Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જૂનાગઢમાં આરોપીને છોડાવી જવા કોન્‍સ્‍ટેબલ ઉપર પથ્‍થરથી હુમલો

 (વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા. ૧ :   જૂનાગઢ આરોપીને છોડાવી જવા માટે કોન્‍સ્‍ટેબલ ઉપર પથ્‍થર વડે હુમલો કરતા સનસની મચી ગઇ હથી.

જૂનાગઢમાં નીચલા દાતાર પાસે રહેતો મુનીર કાળુભાઇ બ્‍લોચ સામે એ ડીવીઝન પોલીસમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હતો.

આથી રવિવારે બપોરના કોન્‍સ્‍ટેબલ રામભાઇ મુનીરને પકડવા ગયા હતા. આ ઇસમની ધરપકડ કરી પોલીસ કર્મી સરકારી મોટર સાયકલમાં બેસાડીને રવાના થઇ રહ્યા હતા.

ત્‍યારે મુનીરનો ભાઇ અલ્‍ફેઝે દોડી આવી પોલીસમેન રામભાઇને ઢીકાપાટુને માર મારીને અને ફરજમાં રૂકાવટ કરીને મુનીરને છોડાવી જવાનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં બંને ભાઇઓએ પોલીસમેન ઉપર પથ્‍થર વડે હુમલો કરીને બંને ઇસમો ભાગી ગયા હતા.

આ અંગે મુનીર અને અલ્‍ફેઝ સામે ફરજમાં રૂકાવટની કાર્યવાહી કરી વિશેષ તપાસ પી.એસ.આઇ બી.કે.ચાવડા ચલાવી રહ્યા છે.

(1:29 pm IST)