Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

દેશમાં કેટલાંક લોકો માત્ર પાણી પીને ભૂખ મટાડવા માટે મજબુર?

સર્વોચ્‍ચ અદાલતે ચિંતા વ્‍યકત કરી છે કે રાષ્‍ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ લાગુ છતાં કેટલાંક લોકો પેટે પાટા બાંધીને ભુખ મટાડે છેઃ દેશના તમામ લોકોને રેશનકાર્ડ આપવા જોઇએ જેથી વિનામુલ્‍યે કે રાહત દરે રાશન મેળવી શકે

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧: સરકાર દ્વારા નવી સીઝનમાં કૃષિ પેદાશ, ઘઉં, ચોખ્‍ખા, જાડુ ધન્‍ય, કઠોળ, દાર ચણા, મગ વિગેરે ટેકાના ભાવથી માર્કેટ યાર્ડમાંથી ખરીદી કરવામાં આવે છે. જેનાથી જગતના તાતને પોષણક્ષમ ભાવ મળી રહે તેમ છતા જગતનો તાત બધુ ભાવ મળે તે માટે રજુઆત સંગઠન દ્વારા કરતો રહે છે. માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ આપી ખરીદી કરવામાં આવે છે.

ખરીદ કરાયેલ અનાજ કઠોળ વિગેરેની સાચવણી કરવામાં આવતી નથી. ગોડાઉન ઉપરાંત ખુલ્લામાં રેલ્‍વે પ્‍લેટ ફોર્મ પર બિન વારસુ ન ધણીયાતી જેવી હાલતમાં પડયો રહે છે. પરંતુ રેશનકાર્ડ ધારકો કે નબળા વગરને પુરતુ અપાતુ નથી.

તાજેતરમાં એક સમાચારમાં ભારતની સર્વોચ્‍ચ અદાલતે ભુખથી મોત અંગે ગંભીર ચિત વ્‍યકત કરી લોકો આજેય પેટે પાટા બાંધી, પાણી પીને ભુખ મારવા મજબુર છે. દેશના તમામ શ્રમીકોને રેશનકાર્ડ આપવા કેન્‍દ્ર સરકાર પાસેથી સુચન માંગ્‍યા.

દેશમાં પરપ્રાંતીય શ્રમિકોની દયનીય સ્‍થિતિ અને ભૂખથી થતાં મોત અંગે સર્વોચ્‍ચ અદાલતે ચિંતા વ્‍યકત કરી છે. જસ્‍ટિસ એમ. આર. શાહ અને જસ્‍ટિસ બી. વી. નાગરત્‍નની બેન્‍ચે કહ્યું કે રાષ્‍ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનીયમ લાગુ થવા છતાં ભૂખથી મોત ચિંતાની વાત છે. હજુ પણ લોકો પેટે પાટા બાંધીને પાણી પીને ભૂખ ભાંગવા મજબૂર છે. દેશના તમામ શ્રમીકોને રેશન કાર્ડ આપવા જોઇએ. જેથી તેઓ વિનામુલ્‍યે કે રાહત દરે રેશન મેળવી શકે. સર્વોચ્‍ચ અદાલતે કોરોના કાળમાં પરપ્રાંતી શ્રમિકોની દયનીય સ્‍થિતિ મુદ્‌્‌ે સુઓ મોટો નોંધ લીધી હતી.

અદાલત સમક્ષ  કહયું કે ભૂખને કારણે પરપ્રાંતી-શ્રમિકોનાં મોતના બનાવ હજુ પણ બની રહ્યા છે. મજૂરી કામ ન મળવાથી ગામડાનો લોકો પેટે પાટા બાંધીને પાણી પીને ભૂખ મારે છે. આ અંગે જસ્‍ટિસશ્રી શાહે કહયું કે, અમે પહેલા પણ કહ્યું કે ભુખથી એક પણ નાગરિક ન મરવો જોઇએ. સરકારી દાવા છતાં લોકો ભુખથી મરી રહ્યા છે.

એડિશ્‍નલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહયું કે, કેન્‍દ્ર અને રાજય સરકારો બનતી તમામ મદદ કરે છે.

આ સાંભળી જસ્‍ટિસ શ્રી શાહે કહયું જરૂરીયાતમંદ લોકો કોઇ કારણસર સરકાર સુધી ન પહોંચી શકતા હોય તો સરકારે તેમની પાસે જવું જોઇએ. તરસ્‍યો કુવા સુધી ન પહોંચે શકતો કુવાએ તરસ્‍યા પાસે જવું જોઇએ. સરકાર આ વિચારને હકિકતમાં ફેરવવા પ્રયાસ કરે. પરપ્રાંતીય શ્રમિકોને રેશન કાર્ડ અને ભોજન આપવા અંગે કેન્‍દ્ર સરકાર સુચનો રજૂ કરે. ભાટીએ શ્રમિકોની નોંધણીના પ્રયાસોની માહિતી આપી તો જસ્‍ટિસ શ્રી શાહે કહયું કે, દેશમાં રાખવામાં પરપ્રાંતિ શ્રમિકો પાસે રેશનકાર્ડ નથી. ખેડૂતો અને શ્રમિકો રાષ્‍ટ્ર નિર્માણમાં સૌથી મહત્‍વ પુર્ણ ભૂમિકા ભજવે છે. તેમને નજર અંદાજ ન કરી શકાય.

ભારતની સર્વોચ્‍ચ અદાલતના ન્‍યાયમૂર્તિશ્રીએ યોગ્‍ય સમયે સુમો મોટો ધ્‍યાને લીધેલ છે. વાસ્‍તવમાં જોઇએ. એક માત્ર શ્રમિકો નહીં એવા કેટલા મધ્‍યમ વર્ગી પરિવારો છે કે જેને બેટંક તો પુરૂ  અર્ધ ટંકનું ભોજન મળતું નથી. બાળકોને પોષણ આહાર આપી શકતા નથી.

(1:32 pm IST)