Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

દ્વારકા જિલ્લામાં ઇન્‍ચાર્જ ચીફ ઓફિસર માટે રાજયનો રેકોર્ડ આખા જિલ્લામાં એક સી.ઓ. કાયમી

ખંભાળિયા ચીફ ઓફિસર દ્વારકા સહિત ચારના ચાર્જમાં

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧ : દ્વારકા જિલ્લામાં ચીફ ઓફિસર ઇન્‍ચાર્જમાં રાજયમાં રેકોર્ડ થયો છે. આ અનોખો રેકોર્ડ ખંભાળિયા ચીફ ઓફિસરનો થયો છે.

હાલ દ્વારકા ચીફ ઓફિસર ઉદય નસીત દ્વારકા ઉપરાંત ઓખા તથા જામરાવલના પણ ચાજૃમાં છે તેઓ ૧૧ દિવસની રજા પર જતાં તેમનો ચાર્જ ખંભાળિયા ચીફ ઓફિસર યશવંતસિંહ વાઘેલાને સોંપતા વાઘેલા પાસે ખંભાળિયા, દ્વારકા, ઓખા તથા રાવલ ચાર સી.ઓ.નો ચાર્જ છે જે રેકોર્ડ છે.

જો કે હાલ સલાયા ચીફ ઓફિસરની ખાલી જગ્‍યા પર સિકકાના મોઢવાડીયા ચાર્જમાં છે  તથા ભાણવડ ચીફ ઓફિસર મયુર જોશી સ્‍થાનિક બોડીના કહેવાતા ત્રાસથી ફરજ  છોડી ગાંધીનગર ચાલ્‍યા ગયા છે. ત્‍યારે જિલ્લામાં એક જ ચીફ ઓફિસર કાયમી હાલ છે. નવાઇની વાત એ છે કે દ્વારકામાં છ ન.પા.માંથી ત્રણ ન.પા.માં ચીફ ઓફિસરી જગ્‍યા ખાલી છે એટલે કે પ૦ ટકા જગ્‍યા જ ભરેલી છે જયારે પાસેના જામનગર જિલ્લામાં ચાર.ન.પા. છે તમામમાં સી.ઓ. ભરેલા છે આને નબળી નેતાગીરી કહેવી કે શુ ???

(1:34 pm IST)