Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પડધરીના ખજુરડી ડેમથી સ્‍ટેટ હાઇવેને જોડતા સાડા ત્રણ કી.મી.નો રસ્‍તો બનાવવા ખાતમુહુર્ત

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા., ૧: તાલુકાના ખજુરડી ડેમથી સ્‍ટેટ હાઇવેને જોડતા ૩.૪ કી.મી.ના અંતરવાળા રોડનું ખાતમુહુર્ત ધારાસભ્‍ય લલીતભાઇ કગથરાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ રોડ ર.પ કરોડના ખર્ચે નિર્માણ પામશે. છેલ્લા ૩પ વર્ષથી આ રોડ સિંચાઇ વિભાગ હસ્‍તક આવતો હોય રીપેરીંગ થતુ ન હતું અને ઉપવાસના ગામોના લોકો આ બિસ્‍માર રોડના કારણે પારાવાર મુશ્‍કેલી ભોગવી રહયા હતા.

આ બાબતે અવાર નવાર તંત્ર અને સ્‍થાનીક પદાધિકારીઓને રજુઆત કરવામાં આવતી પરંતુ સિંચાઇ ખાતા હસ્‍તકનો આ સર્વીસ રોડ માર્ગ અને મકાન વિભાગમાં ફેરવવામાં આવતો ન હતો. જેથી ગ્રામજનોએ ધારાસભ્‍ય લલીતભાઇ કગથરાને રજુઆત કરતા આ રોડને હેતુ ફેર કરાવી નાખેલ.

આ પ્રસંગે રાજકોટ જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ ડો.ડાયાભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્‍ય ગિરીરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ સમીતી પ્રમુખશ્રી ઘનશ્‍યામસિંહ જાડેજા રાજકોટ માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઇ ગઢીયા, પડધરી તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન પ્રવીણભાઇ ચૌહાણ, જમીન વિકાસ બેંક પડધરીના પ્રમુખ અનિરૂધ્‍ધસિંહ જાડેજા તેમજ દેવાભાઇ ડોડીયા, કાનજીભાઇ ચાવડા, દિવ્‍યેશભાઇ બાબીયા, મહાવીરસિંહ જાડેજા ભરતભાઇ તળપદા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ગ્રામજનોની ઉપસ્‍થિતિમાં ખાતમુહુર્ત સમારંભ યોજાઇ ગયેલ.

(2:20 pm IST)