Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

આમરણ ગામે લમ્‍પીથી મોત થતાં ગૌશાળાના મુખ્‍ય ‘નંદી'ને સમાધિ

મોરબી : હાલ સમગ્ર સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ પંથકમાં પશુઓમાં લમ્‍પી વાયરસનો રોગચાળો વધી રહ્યો છે જે રોગને કારણે પશુઓ જીવ ગુમાવી રહ્યા છે ત્‍યારે આમરણ ગામમાં નંદીનું મોત થતા હિંદુ પરંપરા મુજબ સમાધિ આપવામાં આવી હતી  લમ્‍પી વાયરસને પગલે અનેક અબોલ પશુના જીવ જઈ રહ્યા છે જેમાં આમરણ ગૌશાળાના મુખ્‍ય ‘નંદી' નું મોત થયું હતું ગૌશાળાના નંદીનું મળત્‍યુ થતા ગૌશાળા સંચાલકો અને ગામમાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું અને નંદીના મળત્‍યુના પગલે હિંદુ સંસ્‍કળતિ મુજબ આમરણ ગૌશાળા ગ્રુપ દ્વારા વિધિસર નંદીને સમાધિ આપવામાં આવી હતી હાલ ગૌશાળામાં ૩૦૦ અબોલ જીવો છે અને લમ્‍પી વાયરસ રોગચાળો ફેલાય રહ્યો છે જેથી ગૌશાળા સંચાલકો પણ ચિંતિત બન્‍યા છે.

(1:41 pm IST)