Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ધોરાજીમાં રજ્વી કમિટી દ્વારા આયોજિત પવિત્ર મહરમ માસ નિમિત્તે જસને શહિદ એ કરબલાના નામથી તકરીરનો કાર્યક્રમ રાખવામાં આવેલ

1400 વર્ષ પહેલા મેદાને કરબલામાં થયેલ ઐતિહાસિક યુદ્ધ રાજ ગાદી માટે નહીં પરંતુ માનવતાને જીવંત રાખવા માટે થયું હતું:મૌલાના હાફિઝ ઉવેસ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:ધોરાજીમાં રજ્વી કમિટી દ્વારા હજરત ખ્વાજા મોઇનુદ્દીન સેરાની સાહેબ દરગાહ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જસને શહિદ એ કરબલાના નામથી તકરીર નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં યુવા મુકરીર એવા મોલાના હાફિઝ ઉવેસ સાહેબ યારે અલ્વીની તકરીરનો કાર્યક્રમ રાખવામાં આવેલ  જેમાં બહોળી સંખ્યમાં લોકો કરબલા નું બયાન સંભાળવા ઉમટી પડ્યા હતા
 ધોરાજી ખાતે પવિત્ર મહોરમ માસ નિમિત્તે મુસ્લિમ સમાજના ધર્મગુરુ મૌલાના હાફિઝ ઉમેશ સાહેબ એ જણાવેલ હતું કે 1400 વર્ષ પહેલાં નહેર એ ફરહાત ના કિનારે ઇમામ હુસેન અને એમના સાથીદારો એ ત્રાસવાદી રૂપી યઝીદ સામે જે જંગ થઈ હતી જે જંગ માં સ્ત્ય ની સાથે રહેનાર અને સત્ય ને જીવંત રાખનાર ઇમામ હુસેન ના લશ્કર ની જીત થઈ હતી વધુ માં મૌલાના હાફિઝ ઉમેશ સાહેબ એ જણાવેલ કે કરબલા.ના મેદાન માં જે ઇતિહાસ સિક યુદ્ધ થયું હતું જે રાજ ગાદી માટે નહી પરંતુ  માનવતા ને જીવંત રાખવા થયું હતું અંત માં દુઆ એ ખેર વતન સલામતી માટે દુઆ અને ઠંડા ગરમ પીણા નું વિતરણ કરવામાં આવે છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સૈયદ હાજી ઈકબાલ બાપુ કાદરી અને 50 જેટલા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે

(6:44 pm IST)