Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબીમાં કથિત બોગસ જુગારની રેડ મામલે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો : “આપ”

આમ આદમી પાર્ટીએ એ ડિવિઝન પોલીસની ખોટી રેડને વખોડી કાઢી તટસ્થ તપાસની માંગ કરી

 મોરબી એ ડિવિઝનના પીઆઇ દ્વારા કથિત બોગસ જુગારની રેઇડ કરી યુવાનોને ખોટી રીતે ફસાવી દીધા હોવાના ધારાસભ્ય કગથરાના આક્ષેપના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આ મામલે મોરબી આમ આદમી પાર્ટીના હોદેદારોએ એ ડિવિઝન પોલીસની ખોટી રેડને વખોડી કાઢી જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
ટંકારા ધારાસભ્ય લલિત કગથરાએ મોરબી એ ડિવિઝન પીઆઇ પંડ્યા ઉપર ખોટી જુગારની રેડ કરી યુવાનોને ઢોર માર મારી ખોટી રીતે ફસાવ્યા હોવાના ગંભીર આરોપ મુકતા ભારે ખળભળાટ મચી ગયો છે. એ ડિવિઝન પોલીસે પોતાની કામગીરી બતાવવા બોગસ જુગારની કબલ ઉભી કરી યુવાનોને માર માર્યાના આક્ષેપ સાથે ધારાસભ્યએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા આ ગંભીર મામલે મોરબી આમ આદમી પાર્ટીના હોદેદારો પણ મેદાને આવ્યા છે. મોરબી આમ આદમી પાર્ટીના હોદેદારોએ આ બોગસ જુગારની રેડને વખોડી કાઢી જવાબદાર પીઆઈને સસ્પેન્ડ કરવા તેમજ સમગ્ર બનાવની તટસ્થ તપાસ કરવાની સરકાર સમક્ષ માંગ કરી છે.

(11:50 pm IST)