Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

અમરેલી :3 વર્ષની બાળકીનો શિકાર કરનારી દીપડી પાંજરે પૂરાતા તંત્ર તેમજ સ્થાનિકોને રાહતનો શ્વાસ

સમી સાંજે ધારીના જીરા ગામ નજીક દીપડી પાંજરે પૂરાતા તંત્રએ હાશકારો અનુભવ્યો

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ હવે હિંસક બની રહ્યા છે. ત્યારે 3 વર્ષની બાળકીનો શિકાર કરનારી દીપડી પાંજરે પૂરાતા તંત્ર તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ દ્વારા 2 દિવસથી દીપડીને પાંજરે પૂરવા લોકેશન મેળવવામાં આવી રહ્યું હતું. તેમાં વન વિભાગને સફળતા મળી હતી. નોંધનીય છે કે જુદા જુદા લોકેશનમાં 8 પાંજરા ગોઠવ્યા હોવા છતાં દીપડીને પાંજરે પૂરવામાં સફળતા મળી નહોતી અને આજે સમી સાંજે ધારીના જીરા ગામ નજીક દીપડી પાંજરે પૂરાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

ધારી ગીર પૂર્વ ડીવીઝનના ડી.સી.એફ. રાજદીપ સિંહ ઝાલાએ દીપડો તાકીદે પાંજરે પૂરવા આદેશ આપ્યા બાદ વનવિભાગ દ્વારા ગામમાં 4 જેટલા પાંજરા ગોઠવી દેવાયા છે. વનવિભાગની ટીમ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે અને બપોર બાદ વધુ પાંજરા ગોઠવી રાત્રિના દીપડાને ઓપરેશન હાથ ધરી પાંજરે પૂરવા માટેની તૈયારી શરુ કરી દેવાઈ હતી.  દીપડી ન પકડાતા વનવિભાગ દ્વારા આજે વધુ 8 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વિનવિભાગ હાલમાં વનવિભાગ દ્વારા સીમ વિસ્તારમાં રાત દિવસ તપાસ હાથ ધરી હતી.

(11:54 pm IST)