Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ખંભાળિયામાં અનરાધાર 4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબોળ

નગરગેટ, રેલવે સ્ટેશન રોડ, પાંચહાટળી ચોક, રામનાથ સોસાયટી રોડ, ગુજરાત મીલ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં પડી રહેલા વરસાદના પગલે દ્વારકાના ખંભાળિયા પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં ખંભાળિયામાં 4 ઇંચ વરસાદ પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેમાં શહેરના નગરગેટ, રેલવે સ્ટેશન રોડ, પાંચહાટળી ચોક, રામનાથ સોસાયટી રોડ, ગુજરાત મીલ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

(8:04 pm IST)