Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સૌરાષ્ટ્રમાં આજે હળવાથી ભારે વરસાદની આગાહી

કચ્છમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા એલર્ટ અપાયું

ગાંધીનગર, તા.૧: રાજયમાં શાહીન વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર સહિત અનેક પંથકમાં ભારે વરસાદની આગાહી સેવાઈ રહી છે, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા અલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે કચ્છના ૬૪ ગામો અલર્ટ કરી દેવામાં આવ્યા છે તો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ નીચાણવાળા ગામોમાં પણ અલર્ટ આપવામાં આવ્યું છે.

કચ્છના લખપત, માંડવી, મુન્દ્રા તેમજ અબડાસા સહિતના તાલુકાઓમાં તંત્ર ખડે પગે તૈયાર છે અતિ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે. હવામાન વિભાગ અનુસાર સૌથી વધારે પવનની ગતિ ૭૦ થી ૮૦ કિમી પ્રતિ કલાક સુધીની રહેશે જેના પગલે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આગામી ૩ દિવસ સુધી પવનની ગતિમાં વધારો જોવા મળશે ત્યારે હવામાન વિભાગે સૌથી મોટા સમાચાર આપ્યા છે કે વાવાઝોડાને લઈને ગુજરાતને કોઈ ખતરો નથી.

શાહીન વાવાઝોડાની અસરને જોતા આજે સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જો કે શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ જતા ગુજરાત પરથી મોટી આફત ટળી ને પરતું હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારો સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જો કે ગુજરાતમાં પડેલા વરસાદથી લોકો પહેલાથી જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ફરી વરસાદ આફત બનીને આવે તો ભારે તારાજી સર્જી શકે છે, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે નદી, નાળા, સરોવર ડેમ છલકાઈ ગયા છે, તો નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. નદીઓમાં દ્યોડા પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તેવી સ્થિતિમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

શાહીન વાવાઝોડું ઉત્ત્।ર-પૂર્વ અરેબિયન સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જેને કારણે હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયમાં જામનગર, દ્રારકા, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨ ઓકટોબર સુધી રાજયમાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલા રહેશે તેવી જણાવાઈ રહ્યું છે. આ તરફ જામનગર, દ્વારકા, ભાવનગર, પંચમહાલ, દાહોદ તેમજ મહીસાગર, દાદરાનગર હવેલી, દીવ સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

(10:00 am IST)