Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ધોરાજીમાં નબળી કક્ષાની એલઇડી સ્ટ્રીટ લાઇટો વારંવાર સ્ટ્રીટ લાઇટો બંધ થવાની રાવ

(કિશોરભાઇ રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧ : નગરપાલિકાએ વીજ બીલ માં રાહત મળે તે હેતુથી એલઇડી લેમ્પો શહેરભરમાં નાખવામાં આવ્યા પરંતુ નબળી કોલેટી ને કારણે ધોરાજીમાં સફળતા ન મળી અને વારંવાર સ્ટ્રીટલાઇટો જાહેર માર્ગોઉપર અંધારૃં છવાઈ ગયું હોય છે આ બાબતે તાત્કાલિક સારી કોલેટી ની કંપનીની સ્ટ્રીટલાઇટો નાખવામાં આવે તેવી માગણી થઇ છે અને સમયસર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી પણ ધોરાજીની જનતા વતી માગણી કરવામાં આવી છે.

સામાજિક અગ્રણી બાબુલાલ જાગાણી (એડવોકેટ) એ જણાવેલ કે ધોરાજી નગરપાલિકાએ જે પ્રકારે શહેરમાં સ્ટ્રીટ લાઈટો વર્ષોથી નાખવામાં આવી હતી તે  ખૂબ જ સારી રીતે ચાલતી હતી પરંતુ નગર પાલિકાના સત્ત્।ાધીશોએ વીજ પુરવઠો ઓછો જોઈ અને વીજ બીલમાં રાહત થાય તે હેતુથી જૂની તમામ ટ્યુબ લાઈટો કાઢી નવી સ્ટ્રીટલાઇટો  એલઇડી લાઇટો નાખવામાં આવી પરંતુ જયારથી નાખી છે ત્યારથી ધોરાજીમાં અંધારપટ જોવા મળે છે. આ પ્રકારનો માહોલ ધોરાજી નગરપાલિકા ભોગવી રહી છે આ બાબતે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને વિનંતી કરતા જણાવેલ કે હાલમાં ચોમાસાના કારણે ૫૦ ટકાથી વધુ વિસ્તારો  તહેવારોના સમય દરમ્યાન એક કલાક વહેલી તમામ સ્ટ્રીટ લાઈટો શરૂ કરવામાં આવે એવી માગણી કરી છે.(

(10:36 am IST)