Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ગોંડલના રમઝાનને રાજકોટમાં બનેવીના ભાઇ મોહસીને ધોકાથી ફટકારી ખૂનની ધમકી દીધી

બનેવી સાથે તેનો ભાઇ ઝઘડો કરતો હોઇ સમજાવવા આવતાં ડખ્ખો

રાજકોટ તા. ૧: ગોંડલથી રાજકોટ બનેવીના ઘરે આવેલા મુસ્લિમ યુવાનને બનેવીના ભાઇએ તું કેમ અમારા ઝઘડામાં વચ્ચે પડે છે? કહી ધોકાથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

ગોંડલ સુમરા સોસાયટી તાજ ટાવર સામે ગુંદાળા ફાટક નજીક રહેતાં રમઝાન હાસમભાઇ દોઢીયા (ઉ.વ.૨૨)ને સાંજે સાતેક વાગ્યે રાજકોટ દેવપરા રોડ શ્રમશ્રધ્ધા ચોકમાં હતો ત્યારે જંગલેશ્વર-૧૫માં રહેતાં મોહસીન અબ્દુલભાઇ આદમાણીએ ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ભકિતનગરના એએસઆઇ બી. પી. સોલંકીએ તેની ફરિયાદ પરથી મોહસીન સામે ગુનો નોંધ્યો હતો. રમઝાનના કહેવા મુજબ તેના બનેવી જાહિદભાઇ આદમાણી જંગલેશ્વરમાં રહે છે. બનેવીને તેના ભાઇ મોહસીન સાથે માથાકુટ થઇ હોઇ જેથી પોતે ગોંડલથી મોહસીનને સમજાવવા આવ્યો હતો. આ વખતે મોહસીને તું અમારા બે ભાઇના ઝઘડામાં કેમ વચ્ચે પડે છે? કહી હુમલો કરી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી. ફરિયાદ પરથી પોલીસે તપાસ હાથ ધરી છે. 

(11:11 am IST)