Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોરબીના રિક્ષાચાલકે સોનાના દાગીનાવાળું પર્સ પરત આપી પ્રમાણિકતા દાખવી.

મોરબી શહેરમાં રીક્ષામાં એક મહિલા પર્સ ભૂલી ગઈ હોય જે પર્સમાં રોકડ રકમ, દાગીના અને મોબાઈલ હોય જે પર્સ રિક્ષાચાલકે મહિલાને પરત સોપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના તુલસીપાર્કમાં રહેતા મીનાબેન ગોવિંદભાઈ ગોગરા નામની મહિલા નવા બસ સ્ટેન્ડથી પાપાજી ફનવર્લ્ડ જવા રીક્ષામાં બેઠા હોય અને રીક્ષામાંથી ઉતરતી વેળાએ પર્સ ભૂલી ગયા હતા જે પર્સમાં સોનાના દાગીના, રોકડ રૂપિયા અને મોબાઈલ હોય જેથી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ બી પી સોનારાએ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એસ એમ રાણાને અને સ્ટાફને સુચના આપતા ટીમના કમલેશભાઈ રબારી, કુલદીપભાઈ સોલંકીની ટીમે રીક્ષાની તપાસ કરી હતી
સીસીટીવીમાં રીક્ષા ટ્રેસ થતા રીક્ષાચાલક ઇકબાલ ગની પીલુડીયા (રહે મોરબી બોરીચાવાસ વાળો )સામેથી પોલીસ મથકે આવેલ અને મુસાફર પર્સ રીક્ષામાં ભૂલી ગયા હોવાનું જણાવ્યું હતું જેથી મીનાબેન ગોગરાને પોલીસ મથકે બોલાવી ખરાઈ કરતા પર્સ તેનું જ હોય જેથી મૂળ માલિકને પરત સોપવામાં આવ્યું હતું અને રિક્ષાચાલકે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(11:32 am IST)