Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ભાવનગરમાં પોલીસ કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી હુમલો કરવા અંગે પકડાયેલ આરોપીને ૭ વર્ષની સજા ફટકારતી કોર્ટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૧: ભાવનગરમાં ચાર વર્ષ પૂર્વે શહેરના બોરતળાવ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી ગંભીર ઈજા પહોચાડનાર આરોપી સામેનો કેસ ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબીત માની ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.

આ કેસના પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી લગ્ધીરસિંહ ચંદુભા ગોહિલ (રહે . કુંભારવાડા , નારીરોડ) તથા સાહેદ દશરથસિંહ બબુભા ગોહિલ (રહે . કાળીયાબીડ) નાઓ પોલીસ કર્મચારીઓ હોય અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેઇન ચીલઝડપના ગુન્હા બનતા હોય મળેલ બાતમી આધારે મારૂતીનંદન ફ્લેટ નં . ૩, રૂમ નં . ર ૦૫, રામજીની વાડી , ભાવનગર ખાતે બાતમી આધારે તા . ૨૩/૦૯/૨૦૨૧૭ ના સાંજના સુમારે ખાનગી વાહન સાથે તપાસ કરવા જતા સદરહું ફલેટના પાર્કિંગમાં નીચે હોન્ડા સાઇન મો.સા. જેના રજી.નંબર જી.જે.૦૪.બીબી .૮૨ ૬૨ નું પડેલ હોય જે મો.સા.ના રજી.નંબર જી.જે.૦૪.બીબી .૩૨ ૬ ર લખેલ હતા.

સદરહું રૂમ નં. ૨૦૫ માં તપાસ કરતા દરવાજો અંદરથી બંધ હોય જે દરવાજો ખોલાવતા આરોપી પપ્પભાઈ ઉર્ષે બહારી કમલભાઈ લઢાણી / પટેલ ( ઉ.વ .૩૩ , રહે . ગઢેચી વડલા , રામજીની વાડી , મારૂતી નંદન -૩ , રૂમ નં . ૨૦૫ , ભાવનગર , મુળ તુલશીનગર ભોપાલ સીટી મધ્યપ્રદેશ) નો શખ્સ હાજર હોય તે વેળાએ દશરથસિંહ બબુભા ગોહિલનાએ હોન્ડા સાઇન મો.સા.ની આર.સી.બુક માંગતા હું બતાવી આપુ છું તેમ કહી લોખંડના કબાટનો દરવાજો અર્ધ ખોલી ગેરકાયદેસર રાખેલ પિસ્તોલ કાઢી દશરથસિંહ ગોહિલ કંઈ સમજે તે પહેલા તેને મારી નાખવાના ઇરાદે ફાયરીંગ કરવા લાગેલ જેમાં એક ફાયર કરતા લોખંડના કબાટની આરપાર ગોળી નિકળી ગયેલ જયારે બીજુ ફાયર કરતા દશરથસિંહ ગોહિલના જમણા હાથના ખંભાના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજા કરી તેમજ ફરીયાદી લગ્ધીરસિંહ ગોહિલને બટકા ભરી જઈ ભાગી જવાની કોશિષ કરી રાજયસેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા તેમજ મહાવ્યથા કરી ગુન્હો કરેલ હોય જે તે સમયે આ કામના ફરિયાદી લગ્ધીરસિંહ ગોહિલે ઉકત આરોપી સામે ફરીયાદ નોંધાવતા બોરતળાવ પોલીસ મથકમાં આરોપી સામે ઇપીકો કલમ ૩૦૭, ૩૩૩, ૩૩૨ તથા આર્મ્સ એકટ કલમ ૨૫ (૧) બી , ૨૭ (૨) મુજબ ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણી ની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકિલ વિપુલભાઈ દેવમુરારીની અસરકારક દલીલો , દસ્તાવેજી પુરાવા -૪૦ , મૌખીક પુરાવા -૧૯ વિગેરે ધ્યાને રાખી આરોપી પપ્પભાઈ ઉર્ફ બહારી કમલભાઈ લઢાણી ને ઇપીકો કલમ ૩૦૭ ના શિક્ષાપાત્ર ગુના સબબ ૧૦ વર્ષ ની સજા અને રોકડ રૂ. ૧૦૦% નો દંડ , ઇપીકો કલમ ૩૩૩ ના શિક્ષાપાત્ર ગુના સબબ ૭ વર્ષની સજા અને રોકડ રૂ. ૭૦૦૦ નો દંડ, ઇપીકો કલમ ૩૩૨ ના શિક્ષાપાત્ર ગુના સબબ ૨ વર્ષ ની સજા અને રોકડ રૂા . ૨,૦૦ નો દંડ , આર્મ્સ એકટ ની કલમ ૨૫ (૧ બી) ના ગુના સબબ ૩ વર્ષ ની સજા અને રોકડ રૂ. ૩૦% નો દંડ , આર્મસ એકટ ની કલમ ૨૭ ( ૨ ) ના ગુના સબબ ૧૦ વર્ષની સજા અને રોકડ રૂા . ૧૦૦૦૦ નો દંડ અદાલતે ફટકાર્યો હતો . આરોપી ને કોર્ટમાં હાજર રાખવામાં આવેલ ન હોય તેથી આરોપીને જીલ્લા જેલ માં વિડીયો કોન્ફરન્સથી ઉપર મુજબની સજા સંભળાવવામાં આવેલ. 

(12:18 pm IST)