Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કેશોદના બામણાસા નજીક ઓઝત નદીના વહેણમાં દિપડો તણાયો હોવાની ઘટના બાદ વનવિભાગ દ્વારા તપાસ

 (કિશોરભાઈ દેવાણી ધ્વારા) કેશોદ,તા.૧ : કેશોદના બામણાસા નજીક ઓઝત નદીનાં વહેણમાં દીપડો તરતો તરતો જીવ બચાવવા -યાસ કરતો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ઓઝત નદીનાં વહેણમાં દીપડો તણાતો હોય ત્યારે ખેડૂતો ચીસાચીસ કરતાં હતા અને વનવિભાગને જાણ કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી છે.

    ચોમાસામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતાં ઓઝત નદીના કિનારે આવેલા ખેતરોમાં પાણી ફરી વળતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે દિપડો તણાઈ ને ચડી આવ્યાં નાં સમાચાર મળતાં આ પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાયરલ વીડિયો માં દિપડો તરીને કિનારે પહોંચી ગયાનું જણાય છે ત્યારે વનવિભાગ દ્વારા પૂર્તતા કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળે એવી માંગ કરી છે.

(12:21 pm IST)