Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

આટકોટમાં ભાદર નદીની દીવાલ લોકો માટે મુસીબત બનીઃ

આટકોટ : આટકોટ ભાદર નદીની દીવાલ મુસીબત બની છે. લોકોનો ચાલવાનો રસ્તો બે મહિનાથી બંધ હાલતમાં છે. આટકોટ ભાદર નદીમાંથી સામી તરફ જવા માટે લોકો ને કાદવમાંથી પસાર થવું પડે છે ગટરના પાણી ભરાયા છે સ્કુલમા જતાં , વિદ્યાર્થીઓ પાણી ઉપર ચાલીને રસ્તો પસાર કરે છે.  દીવાલ મા માત્ર એક બકોરું પાડી પાણીનો નિકાલ કરવાનો હોય છે પણ તંત્ર પાસે સમય નથી લોકોને ચાલવા માટેનો ટુકો રસ્તો હોય છે સ્કુલ જવા માટેનો ટુકો રસ્તો હોય પણ પાળી ઉપર ચાલી જીવના જોખમ રસ્તો પસાર કરવો પડે છે ગટર પાણી નિકાલ કરવામાં આવે તો આ રસ્તો ટુકો રહે લાખો ના ખરચે બનેલા દીવાલ પર પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યું. ગામ પચાયતના હિરેનભાઇ પંચોલીએ જણાવ્યું હતું કે લાખોના ખર્ચે બનેલા દીવાલ પર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને ઉચ્ચતર કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે છતાંય કોઈ પગલાં લેવા આવતા નથી આગામી દીવસોમા પગલાં ભરવામાં નહિ આવે તો ગાંધી ચિધ્યા મારગે ચાલીશ. (તસ્વીરઃ કરશન બામટા) 

(12:28 pm IST)