Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

જસદણમાં ગોડાઉનમાંથી ૨.૭૨ લાખના દારૂના જથ્થા સાથે બે શખ્સો પકડાયા

રૂરલ એસઓજી અને રૂરલ ક્રાઇમ બ્રાંચે હરશન તથા વનરાજ તાવીયાને ૨.૭૭ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા

તસ્વીરમાં દારૂનો જથ્થો અને પકડાયેલ શખ્સ નજરે પડે છે.

રાજકોટ,તા.૧ : જસદણમાં રૂરલ એસઓજી અને રૂરલ ક્રાઇમ બ્રાંચે સંયુકતપણે દરોડો પાડી ૨.૭૭ લાખના જથ્થા સાથે બે શખ્સને ઝડપી લીધા હતા.

પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહીબીશનના વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.સો.જી. પોલીસ ઇન્સપેકટર એમ.એમ. જાડેજા તથા એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર એ.આર. ગોહીલ સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. તથા એલ.સી.બી. બ્રાંચના સ્ટાફે જસદણ વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન તે પો.હેડ કોન્સ જયવિર સિંહ રાણા તથા ધમેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલને બાતમી આધારે હકીકત મળેલ કે હરશનભાઇ ગભાભાઇ શેખ રહે સોમપીપળીયા ગામની સીમ. તા. વીછીંયા વાળા જસદણ મુકામે ગઢડીયા રોડ ઉપર વિરાજ સેલ્સ એજન્સી નામની દુકાનની બાજુમાં આવેલ પોતાના કબ્જા ભોગવટ વાળા ગોડાઉનમાં વનરાજ ઉર્ફે ભાણો સામતભાઇ તાવીયા રહે માઢુકા તા. વીછીંયા વાળા સાથે મળી ગે.કા. રીતે વિદેશ દારૂનો જથ્થો ઉતારેલ છે અને હાલે તેઓ બન્ને ઇંગ્લીશ દારૂની હેરફેર કરી વેંચાણ કરે છે જે આધારે રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ - ૭૩૨ કિ. ૨,૭૨,૪૦૦ અને મોબાઇલ મળી કુલ ૨,૭૭,૪૦૦ના મુદામાલ સાથે બેન્ને ઝડપી લઇ જસદણ પોલીસના હવાલે કર્યા હતા.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના પો.સબ. ઇન્સ એમ.એમ.રાણા તથા જી.જે ઝાલા, પો. હોેડ કોન્સ. રણજીતભાઇ ધાધલ તેમજ રૂરલ ક્રાઇમ બ્રાંચના પો.સબ. ઇન્સ એસ.જે.રાણા, પો.કોન્સ રહિમભાઇ દલ તથા પ્રણયભાઇ સાવરીયા જોડાયા હતા. 

(1:03 pm IST)