Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સાવરકુંડલાઃ તલાટી મંત્રીઓ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા ધરણા પ્રદર્શન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧ :.. સાવરકુંડલા તલાટી મંત્રી મંડળના પ્રમુખ પરેશભાઇ મુકુંદભાઇ જોષી, મહામંત્રી પિયુષઇ પ્રવિણભાઇ મહેતાની આગેવાનીમાં તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે માસ સીએલ અને ધરણા પ્રદર્શન યોજાયા હતાં.

જેમાં ર૦૦૪ થી ર૦૦૬ ના વર્ષમાં નિમણુંક પામેલ તલાટી કમમંત્રીના ફિકસ પગારના સમયગાળાને પ્રાથમિક શિક્ષકની માફક સેવા સળંગ ગણી બઢતી પ્રવર્તતા ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપો.

૧-૧-ર૦૧૬ બાદ મઇતાપાત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તો બાબતે યોગ્યતાપાત્ર નિર્ણય લઇ મંજૂર કરવામાં આવે.

તલાટી કમમંત્રીને વિસ્તરણ અધિકારી આંકડા-વિસ્તરણ અધિકારી સહકાર પણ પ્રમોશન આપો.

રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટી મર્જ કરવામાં મહેસુલ વિભાગના ર૦૧૭  માં થયેલ પરિપત્રનો અમલ કરવો અને રેવન્યુ તલાટીની માફક તલાટી કમ મંત્રીને પ્રથમ પ્રથમ ઉચ્ચતર ગ્રેડ પે ૪૪૦૦ રૂપિયા આપો.

ર૦૦૬ માં નિમણંુક પામેલ તલાટી કમ મંત્રીને ૧૮-૧-ર૦૧૭ ના થયેલ પરિપત્ર મુજબના લાભો આપી પ્રથમ ઉચ્ચતર ધોરણ મંજૂર કરવામાં આવે સહિત અનેક માંગણીઓ મુદ્ે રજૂઆત કરાઇ છે. (પ-૧૬)

 

સાવરકુંડલાઃ પીરન બીબીમા મસ્જીદ વકફ ટ્રસ્ટની મેટરમાં કલીનચીટ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧ : નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ધારાસભ્ય ગ્યાસુદીન શેખને પીરન બીબીમા મસ્જીદ વફક ટ્રસ્ટની મેટરમાં કલીન ચીટ મળી છે. જલાલુદીન મશહદી તેમજ ભાજપ લઘુમતી મોરચાના આગેવાન જાતે બની બેઠેલા સુફી અનવર બાવાએ ભારતીય જનતા પાર્ટીના પુર્વ કાયદામંત્રીનો સહારો લઇ વકફ ટ્રીબ્યુનલમાં મનગમતો ઓર્ડર મેળવી લઇ સ્થાનીક સ્વરાજની ચુંટણીઓમાં ફાયદો મેળવવા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની પ્રતિષ્ઠાને ખરડી મુસ્લિમ મતોનું વિભાજન કરાવાના ભાજપના કાવતરાનો પર્દાફાશ. થયો છે.

વકફ બોર્ડ અને વકફ ટ્રીબ્યુનલ પર રાજય સરકારનો પ્રભાવ હોય છે અને વકફ બોર્ડ તથા વકફ ટ્રીબ્યુનલ થકી મનગમતા ઓર્ડર મેળવી શકાય છે. તે ફરીવાર એકવાર પુરવાર થયુ છે તા.ર૪/૯/ર૦ર૧ ના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદીન શેખને પીરન બીબીમાં વકફ ટ્રસ્ટીઓની મેટરમાં કલીન ચિટ આપતા તેમને તમામ આરોપમાંથી મુકત કર્યા છેે.

(1:05 pm IST)