Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

જેતપુરના બોરડી સમઢીયાળા ગામે જુગાર રમતા ૭ શખ્સો પકડાયા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧ : જેતપુરના બોરડી સમઢીયાળા ગામે જુગાર રમતા ૭ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.

તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ પી.એસ.આઇ.એ. એન.ગાંગણા તથા સ્ટાફના ભુરાભાઇ માલીવાડ, મુસ્કાનભાઇ ચૌહાણ, પ્રદિપભાઇ આગરીયા, હાર્દિકભાઇ ભીંભા, રાજુભાઇ મકવાણા, ચેતનભાઇ ઠાકોર, વિપુલભાઇ મેટાલીયાને ચોકકસ બાતમી મળેલ જે આધારે બોરડી સમઢીયાળા ગામે જુગાર અંગેની રેડ કરતા જાહેરમાં તીન પતીનો જુગાર રમતા બાવા જીવાભાઇ જાદવ, હરેશ દેવાભાઇ વાઘેલા, પ્રવિણ મંગાભાઇ સોંદરવા, બીપીન કાન્તીભાઇ બગડા, દિલીપ વજુભાઇ વેગડા, ભરત મનસુખભાઇ ચાવડા, વલી ઇશાભાઇ કાથરોટીયા (રહે.તમામ બોરડી સમઢીયાળા)ને રોકડા રૂ. ર૦.૪ર૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:11 pm IST)