Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

લાલપુરમાં બોગસ ડોકટર તરીકે પટેલ શખ્‍સ ઝડપાયો

જામનગર,તા. ૨૩ : લાલપુર શાકમાર્કેટ નોબેલ મેડીકટ સામેની ગલીમાં જૈન સમાજની વાડી સામે રાજેશભાઇ માખણસા નામનો ઇસમ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતાં મજકુર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ ઇન્‍જેકશનો આપી તેમજ બાટલા ચડાવી પૈસા વસુલ કરે છે તેવી હકિકત આધારે રેઇડ કરી જુદી-જુદી કંપનીની દવાઓ, ઇન્‍જેકશનો, સ્‍ટેથોસ્‍કોપ, બી.પી. માપવાનું મશીન વિગેરે મળી કુલ રૂા. ૧૬૧૫ નો મુદ્દામાલ કબ્‍જે કરી મજકુર વિરૂધ્‍ધ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ પોલીસ હેડ કોન્‍સ. દિનેશભાઇ રામજીભાઇ સાગઠીયા ફરિયાદ આપતા પોલીસ હેડ કોન્‍સ. હર્ષદભાઇ હિરાલાલ ડોરીયાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આરોપી રાજેશભાઇ દિનેશભાઇ પટેલ (ઉવ.૪૦) ધંધો નોકરી રહે લાલપુર પ્રેગ્‍ટેશ્વર સોસાયટી લાલપુરનો છે. 

(11:15 am IST)