Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ઓખા નજીક ર જહાજો વચ્ચે ટક્કરની તસ્વીરો જોવા મળી

ઓખા : તાજેતરમાં ઓખા નજીક દરિયામાં બે જહાજના અકસ્માત થયા હતા તેની કેટલીક વધુ તસ્વીરો સામે આવેલ છે આ નવા દ્રશ્ય સામે આવેલ છે જે એમ.વી. એટલાન્ટિક ગ્રેસ-હોંગકોંગના ધ્વજની નીચે સફર કરી રહેલ પ૦,૦૦૦-ડીડબલ્યુટી તેલ-કેમિકલ ટેન્કર અને માર્શલ ટાપુઓના ધ્વજ હેઠળ  ૧૯,૦૦૦ -ડીડબલ્યુટી બલ્ક કેરિયર એમ. વી. એવિએટર સફર વચ્ચે આ અકસ્માત થયો હતો. જયારે એમવી એટલાન્ટિક ગ્રેસ કંડલાથી કુજૈરાહ (યુએઇ) તરફ જતી એમવી એવિએટર કંડલા પોર્ટ તરફ જતી હતી. (તસ્વીર - અહેવાલ : ભરત બારાઇ -ઓખા)

 

(10:13 am IST)