Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણી માટે મંગળવારે ૧૧૩ ફોર્મ ભરાયા

સરપંચના ૨૮ અને સભ્ય માટે ૮૫ ઉમેદવારી ફોર્મ ભરાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧: મોરબી જીલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણીના ફોર્મ ભરવાનું શરુ કરાયું હોય જેમાં પ્રથમ દિવસે માત્ર ૦૪ ફોર્મ ભરાયા બાદ ગઈકાલે મંગળવારે પાંચ તાલુકાની ગ્રામ પંચાયત ચુંટણી માટે કુલ ૧૧૩ ફોર્મ ભરાયા છે.

મોરબી જીલ્લામાં આજે ભરાયેલા ૧૧૩ ફોર્મમાં મોરબી તાલુકામાં સરપંચ માટે ૧૩ ફોર્મ, ટંકારા તાલુકામાં ૦૧ ફોર્મ, વાંકાનેર તાલુકામાં ૧૩ ફોર્મ અને માળિયા તાલુકામાં ૦૧ ફોર્મ એમ કુલ ૨૮ ફોર્મ ભરાયા છે તો સભ્ય માટે મોરબી તાલુકામાં ૩૧ ફોર્મ, ટંકારામાં ૦૧ ફોર્મ, હળવદમાં ૦૪ ફોર્મ, વાંકાનેરમાં ૩૨ ફોર્મ અને માળિયામાં ૦૭ ફોર્મ ભરાયા છે.

સોમવાર અને મંગળવાર એમ બે દિવસમાં સરપંચ માટે ૩૦ અને સભ્ય માટે કુલ ૮૭ ફોર્મ ભરવામાં આવ્યા છે આગામી તા. ૦૪ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા યોજાશે અને બાદમાં ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવા સહિતની કામગીરી કરાશે.

(12:33 pm IST)