Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સિદ્ધપુર તાલુકાના કુવારા ગામે પિતાએ છ મહિના સુધી દીકરી પર જ દુષ્કર્મ આચર્યું

હેવાનિયતની હદથી દીકરીએ આખરે ત્રસ્ત બની પોતાના પતિને સાથે રાખી પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧: સિધ્ધપુર તાલુકાના કુંવારા ગામમાં રહેતા એક પરિવારની યુવતી ઉપર તેના જ પિતાએ નજર બગાડવા સાથે સતત છ માસ સુધી પોતાની શેતાની ભૂખ સંતોષવાનું સાધન ગણી દુષ્કર્મ આચરતો હતો અને મજબૂર યુવતી આવી હેવાનીયત સહન કરે જતી હતી કારણ કે દીકરી અને પિતાના સંબંધો ના લજવાય પરંતુ સહન શીલતાની પણ એક હદ હોય છે ત્યારે આ કિસ્સામાં દીકરીએ પણ સહન કરવાનું બળ આવી જતા તેણીએ પોતાના પતિ સમક્ષ સઘળી હકીકત વર્ણવતા તેના પતિએ પણ સાચો પતિધર્મ નિભાવી પત્નિને પૂરો સહકાર આપવા તૈયારી બતાવતા આખરે હિંમત એકઠી કરી પિતાની યાતનાઓના ચુંગાલમાંથી નીકળવા પુત્રી સિધ્ધપુર પોલીસ મથકે પહોંચી હતી અને નરાધમ સમાન પિતાએ આચરેલા અત્યાચાર બાબતે હકીકત જણાવી ફરિયાદ આપતા પોલીસે આ મામલે ધોરણસરનો ગુન્હો દાખલ કરી લીધા બાદ કલાકોમાંજ પિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડનાર શખ્સને પકડી પાડી પોલીસ કસ્ટડીમાં પુરી દીધો છે. આ ઘટનાને પગલે નરાધમ શખ્સ સામે લોકોએ ભારે ફિટકારની લાગણી વ્યકત કરી હતી.

(12:41 pm IST)