Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જુનાગઢના દેસાઇ નગર ૧-૨ તથા માનસનગરમાં પ્રથમ સમૂહ નાસ્‍તો કર્યા બાદ મતદાન કરાશે

જુનાગઢ તા.૩૦ વિધાનસભાની ચૂંટણીમાં ગુરૂવારના રોજ મતદાનના દિવસે દેશાઇનગર ૧-૨ અને માનસનગરના તમામ મતદાર દ્વારા ૧૦૦% મતદાન થાય તે હેતુથી લોકશાહીના આ પર્વ ઉજવણી કરવામાં આવે સવારે ૮થી ૧૦.૩૦ દરમ્‍યાન દેશાઇનગર ૧-૨ ના કોમન પ્‍લોટમાં દેશાઇનગર ૧-૨ તથા  માનસનગરના તમામ રહિસો માટે સવારે ૮થી ૧૦.૩૦ દરમ્‍યાન સમુહ નાસ્‍તાનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં સહકુટુંબ સાથે મળી ચા-નાસ્‍તો કરી મતદાન કરાશે

મતદાનના દિવસે સર્વે રહિશો સવારે ૮થી ૧૦.૩૦ દરમ્‍યાન નાસ્‍તા માટે અચુક હાજર રહી ૧૦૦% મતદાન કરી અને સોસાયટીના રહિશો દ્વારા સાચા અર્થમાં આ પર્વની ઉજવણી કરવા એક યાદીમાં જણાવ્‍યુ છે.

(2:41 pm IST)