Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

મોરબી પંથકમાં બે અકસ્માતમાં બે ના મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૩૦: મોરબી પંથકમાં અકસ્માતના બે બનાવમાં બે વ્યકિતઓના મોત નીપજયા હતા.

પ્રથમ બનાવમાં  મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને  હાલ લીલાપર રોડ પર રહેતા ફરિયાદી રાજેશભાઈ દેવાભાઈ ખડીયાએ  વ્ખ્વ્ખ્ ૪૦૭ ઞ્થ્૧૯ળ્૨૫૮૮ના ચાલક લાલાભાઈ ગણવા વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતાં જણાવ્યુ હતું કે, તેમના નાનાભાઈ  શબુભાઈ લીલાપર રોડ ઈલેકટ્રીક સ્માશાન પાસે આપાભાઈના ડેલા નજીક હતા એ સમયે આરોપી લાલાભાઈ ગણવાએ પોતાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી બેદરકારીથી રાજેશભાઈના નાના ભાઈ શબુભાઈને  અડફેટે લઇ માથામાં વાહનના સાઈડનું વ્હિલ ચડાવી દેતા તેમને ગંભીર ઇજાઓ પહોચી હતી અને  શાબુભાઈનું મોત નીપજ્યું હતું.આ ફરિયાદીના આધારે પોલીસે  ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં મોરબીના ખાખરાળા ગામ પાસે રોઝડુ આડુ ઉતરતા બાઈક સ્લીપ  થતા ચાલક યુવકનું મોત થયું હતું.

જેમાં મૃતકના પિતા રણજીતસિંહ નવલસિંહ જાડેજાએ તાલુકા પોલીસ મથકમાં કરેલ ફરીયાદમા જણાવ્યુ હતું કે તેમના પુત્ર કુલદિપસિંહ રણજીતસિંહ જાડેજા યામાહા મો.સા.નં.જીજે ૩૬ એડી ૭૨૭૨ પર ખાખરાળા ગામ નકલંક સોસાયટીથી મોરબી તરફના રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે એ સમયે અચાનક રોઝડુ આડુ ઉતર્યું હતું અને બાઇક રોઝડા સાથે અથડાયું હતું. જેથી બાઈક સ્લીપ થતાં કુલદિપસિંહ બાઇક સાથે રસ્તા પર  નીચે પડી જતા ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ ફરિયાદીના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજા બનાવમાં  મોરબી તાલુકામાં લાલપર પાવર હાઉસ પાસે બેફામ ગતિએ આવતી બોલેરોએ રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતા.

જેમાં ફરિયાદી જયદિપભાઇ મનુભાઇ ગલચરે જણાવ્યુ હતું કે,તેમના પિતા  મનુભાઇ ગત તા. ૧૭ ના રોજ બપોરે  જમીને લાલપર પાવર હાઉસની ઓફીસે ચાલીને જતા હતા ત્યારે જી.ઇ.બી પાવર હાઉસની સામે સર્વિસ રોડ ઉપર પહોચતા જાબુડીયા ગામ તરફથી એક બોલેરો  નંબર-જી-જે-૩૬-ટી-૯૫૭૮ વાળીના ચાલકે હડફેટે લેતા મનુભાઇને કમરના ભાગે તથા જમણી બાજુ પાસળીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે આરોપી બોલેરો ચાલક અકસ્માત્ સર્જીને નાસી ગયો હતો.આ ફરિયાદીના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(2:01 pm IST)