Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પોરબંદરના મોઢવાડા વતનમાં મતદાન કરતા કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ : પોરબંદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડિયા આજે સવારે તેના વતન મોઢવાડામાં મતદાન મથક ઉપર પહોંચીને મતદાન કર્યું હતુ઼.

ભાજપના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડિયાએ પોતાના વતનમાં મતદાન કરતા પહેલા તેમના માતુશ્રી માલીબેન પાસે જઇને આશિર્વાદ મેળવ્‍યા હતા. અર્જુનભાઇએ મતદાન બાદ જણાવેલ કે, આ વખતે ગુજરાતમાં પરિવર્તન આવશે.

(1:41 pm IST)