Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

કેશોદના ભાજપના ઉમેદવાર મંત્રી દેવાભાઈ માલમે પરિવાર સાથે મતદાન કર્યુ

(કિશોરભાઈ દેવાણી દ્વારા)  કેશોદ તા. ૧: કેશોદ ધારાસભા ધારાસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર અને ગુજરાત રાજ્ય સરકાર નાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ દ્વારા પોતાનાં મુળ વતન થલી ગામે મતદાન મથકે પરિવાર સાથે પહોંચી મતદાન કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. કેશોદ ધારાસભાની બેઠક ઉપર ત્રણેય રાજકીય પક્ષો દ્વારા ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અને ભાજપના પુર્વ ધારાસભ્ય અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે ચાર પાંખયા જંગમાં કેશોદ ધારાસભાની બેઠક ઉપર સૌની નજર મંડાયેલી છે.(

(2:00 pm IST)