Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

મોરબીમાં હેલ્પીંગ હેન્ડર્સનું પ્રેરક કાર્ય

મોરબીઃ  વ્હોટસ એપ પર હેલ્પીંગ હેન્ડ્સ નમે ગ્રુપ ચાલે છે જે અચાનક આવી પડતી મુશ્કેલી કે ગંભીર બીમારી સમયે લોકોને મદદરૂપ બનતા હોય છે ત્યારે એક ટ્રાફિક શાખાના ટીઆરબી જવાનને માથાના ઓપરેશન માટે નાણાકીય જરૂરિયાત હોય જે ધ્યાને આવતા મોરબી જીલ્લા ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટના સભ્ય મેહુલભાઈ ગાંભવાને ધ્યાને આવતા તુરંત સંસ્થા અગ્રણી જયંતીભાઈને જણાવ્યું હતું અને ગ્રુપમાં રકમ એકત્ર કરવા મેસેજ મોકલ્યો હતો જેથી ગ્રુપમાં ૫૫,૧૧૧ રૂ ની રકમ એકત્ર કરવામાં આવી હતી જે રકમ જીલ્લા એસપી એસ આર ઓડેદરાના હસ્તે લાભાર્થી સુધી પહોંચાડી હતી અને ઝડપીથી ટ્રાફિક જવાન સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તે તસ્વીર. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

(9:27 am IST)