Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

કચ્છનાં કબરાઉ શ્રી મોગલધામમાં ૫૧ સમુહલગ્ન : ૧૫૧ કુંડી મહાયજ્ઞ

દિકરીઓને અઢી લાખનો કરિયાવર અપાશે : પાંચે દિવસીય ધર્મોત્સવનું એપ્રિલ મહિનામાં આયોજન

( હિતેશ રાચ્છ દ્વારા )વાંકાનેર,તા. ૨:  કચ્છ માં સામખીયારી થી ચાલીસ કિલોમીટર દૂર અને ભચાઉ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ 'કબરાઉ' માં આવેલ શ્રી મોગલ ધામ માં શ્રી મણિધરવાળી શ્રી મોગલધામ કબરાઉ ની પાવન ભૂમિમાં શ્રી મોગલ માતાજીની અસીમ કૃપાથી શ્રી વડવારી મણિધર મોગલધામ કબરાઉ માં શ્રી મોગલ કુળ ના પૂજય શ્રી બાપુ ના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ . ૨૧ / ૪ / ૨૧ થી તારીખ : ૨૫ / ૪ / ૨૦૨૧ સુધી શ્રી રામ નવમી થી તેરસ સુધી પાંચ દિવસ સુધી ભવ્ય દિવ્ય 'હોમાત્મક યજ્ઞ ' એકસો એકાવન કુંડી'નો મહા યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જે યજ્ઞ માં સર્વે યજમાનો, ભકતજનો બેસસે ,વિશેષમાં શ્રી મોગલ માતાજીના પરમ સેવક હાલ ઓસટ્રેલીયા ના શ્રી શીતલબેન ગઢવી દ્વારા તેમના સાથ અને સહકારથી શ્રી મોગલ ધામ , કબરાઉ માં યજ્ઞની પુર્ણાહુતી બાદ ૨૫ / ૪ / ૨૦૨૧ ના રોજ સાંજના પાંચ વાગ્યાં થી એકાવન દીકરીવોના ભવ્ય સમૂહ લગ્ન નું આયોજન શીતલબેન ગઢવી દ્વારા કરવામાં આવેલ છેે.

સમૂહ લગ્ન માં એક એક દીકરીઓ ને અઢી લાખ જેટલો કરિયાવર આપવામાં આવશે. અને સાંજના પાંચથી રાત્રીના બાર વાગ્યાં સુધી લગ્ન ચાલુ રહેશે રાત્રે શ્રી મોગલ માતાજીના આશીર્વાદ લઈને દર્શન કરીને દીકરીને વિદાય આપવામાં આવશે.  શ્રી મોગલધામ ના મહંત મોગલ કુળના પૂજય શ્રી બાપુ એ જણાવેલ કે શ્રી મોગલ ધામમાં આ દિવ્ય રૂડો અવસર આવ્યો છે ,,, આજે દીકરી ના લગ્ન નું સરસ આયોજન શીતલબેન ગઢવી દ્વારા કરવામાં અવતા હુ તેમની દીકરી વિશે ની લાગણી ને ધન્ય છે. દીકરી એ તો વ્હાલનો દરિયો છે બાપ .. આપણા ઘરમાં દીકરીનો જન્મ થાય તો વધારે હર્ષ રાખજો . શ્રી મણીઘર વાળી મોગલમાના દિવ્ય શ્રી 'મોગલધામ' માં શ્રી મોગલ માતાજી ની અસીમ કૃપાથી જે પાંચ દિવસનો એકસોં એકાવન કુંડીનો દિવ્ય હોમાત્મક મહા યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે. જેની સાથોસાથ પાંચ દિવસ સુધી મહા પ્રસાદ પણ બને ટાઈમ ચાલુ રહેશે અને વિશેષ માં એ છે કે કબરાઉ માં આવેલ વડવારી શ્રી મણિધર મોગલ માતાજીના દરબારમાં શ્રી 'મોગલ ધામ' કાયમ માટે કોઈપણ જાતના ભેદભાવ વિના બને ટાઈમ મહા પ્રસાદ અવિરત ચાલુ જ છે તેમજ 'ચા' પાણી ચોવીસ કલાક ચાલુ છે.

તેમજ વિશિષ્ટ એ છે કે અહીંયા કાયમ માટે શ્રી મોગલ માતાજીના સન્મુખ હોમાત્મક યજ્ઞ થાય છે , જે હવનમાં દરરોજ સાતસો થી સાતસો પચાસ જેટલાં શ્રીફળ હોમાય છે , તેમજ દરરોજ પાંચ કિલો 'ઘી' હવનમાં હોમાય છે. તેમજ અહીંયા કોઈપણ જાતની રોકડ રકમ સ્વીકારમાં નથી આવતી ,, મંદિર માં ઠેક ઠેક ઠેકાણે બોર્ડ લગાડેલ છે. કોઈપણ યાત્રિકો અહીંયા ભેટ , રોકડ રૂપિયા નહીં મુકવા વિનતી.કોઈપણ જાતની રોકડ રકમ લેવામાં આવતી નથી . શ્રી વડવારી શ્રી મણિધર મોગલ માં ના મોગલ ધામ માં કાયમ માટે દર મંગળવાર ના 'મેળો' ભરાય છે. દૂર દૂર થી માતાજી ના ભકતજનો માતાજી ના દર્શન કરવા પધારે છે અને મહા આરતી ના દર્શનનો લાભ લઈ મહા પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. મંગળવાર ના કાયમ માટે યાત્રિકો ની ભીડ રહે છે તેમજ રવિવાર ના અને પૂનમ ના પણ દૂર દૂર થી ભાવિકો માતાજી ના મોગલ ધામ માં પધારે છે . મંગળવાર ના સૌરાષ્ટ, ગુજરાત, મહારાષ્ટ્ર , હાલાર , ગીર જેવા અનેક વિસ્તારમાંથી દૂર દૂર થી ભાવિકો મોગલધામ માં આવીને માતાજીની મહા આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે.પૂજય શ્રી બાપુ એ કહેલ કે કોરોના ની મહા મારી જે અત્યારે ચાલી રહેલ છે આવા સંકટના સમયે મોગલ માતાજી ના ધામ માં એક દિવ્ય મંગલ ભવ્ય આયોજન એકસો એકાવન કુંડીનો મહા યજ્ઞ રાખેલ છે. હૈ માં આ વિશ્વ ને કોરોના ની મહામારી માંથી બચાવજે. એવમ્ વિશ્વ કલ્યાણ અર્થે આ મહા યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે . પૂજય શ્રી બાપુ એ કહેલ કે સહુ પોતાના ઘરમાં સવાર સાંજે ભગવાન પાસે ગુગલ , ધૂપ , કપૂરનો ધૂપ કરો જેથી વાતાવરણ પવિત્ર રહે, કચ્છના ભચાઉ તાલુકાના કબરાઉમાં શ્રી મોગલધામ માં આ પાંચ દિવસ ના મહા યજ્ઞ ના દર્શનનો લાભ વિશાળ સંખ્યા માં ભાવિકો લેશે તેમ શ્રી મોગલ કુળ ના પૂજય બાપુશ્રીએ જણાવ્યું છે.

(10:30 am IST)