Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ચાંચકા ગામ બુથની કામગીરી

વઢવાણઃ ચુડા જિલ્લા પંચાયત સીટના ચાંચકા ગામ બુથની સોંપેલ જવાબદારી કામગીરીનો અહેવાલ ધારાસભ્ય કિરીટસિંહજી રાણાને મારૂ બુથ મજબુત બુથની કામગીરીનો અહેવાલ તથા ચુડા બસ સ્ટેન્ડના ઇ-લોકાર્પણના સ્થળે ચાંચકા ગામે કરેલ કામગીરીનો અહેવાલ સોંપ્યો તે તસ્વીરમાં કિરીટસિંહ રાણા સમાંતર ચાંચકાબુથના શકિત કેન્દ્ર અધ્યક્ષ વનરાજસિંહ રાણા (વઢવાણ વિધાનસભા મંડળ) તેમજ ચાંચકા ગામના શકિત કેન્દ્ર અધ્યક્ષ જાંબુકીયા રમેશભાઇ તેમજ સમાંતર બુથ પ્રમુખો (વઢવાણ વિધાનસભા મંડળ) ગણેશભાઇ ખાદલા નિખિલ પટેલ તેમજ વઢવાણના યુવા હોદેદાર ઉમગસિંહ પરમાર તેમજ પૂર્વ વઢવાણ નગરપાલિકા કાઉન્સિલર સમાજસેવક ગંભીરસિંહની ઉપસ્થિતી હતી તે તસ્વીરમાં દેખાય છે. તેમ એસ.ટી. સલાહકાર વનરાજસિંહ એસ.રાણાની યાદીમાં જણાવેલ છે.

(11:40 am IST)