Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ભાવનગરમાં ૯ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૨ :. ભાવનગરમાં નવ વર્ષના બાળક સાથે એક શખ્સે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ખેડૂતવાસ વિસ્તારમા રહેતા ૯ વર્ષના બાળક સાથે આ જ વિસ્તારમાં રહેતો અનિલ ઉર્ફે અનો હિંમતભાઈ સરવૈયા નામના શખ્સે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાયાની ભોગ બનનારના પરિવારજનોએ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)