Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ધોરાજીમાં શ્રી કૃષ્ણ ગૌશાળા દ્વારા ગિરનારી કાવાનું આજથી વિનામૂલ્યે વિતરણ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૨ : હાલની મહામારી કોરોના ને ઘ્યાને લઇ, ધોરાજી શહેરની આમ જનતા માટે વિના મૂલ્યે આ ગિરનારી કાવાનું વિતરણ થઇ રહ્યું છે. શ્રી કૃષ્ણ ગૌશાળા દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ રાતના ૯ થી ૧૧ દરમ્યાન કાવા ઉકાળાનો લાભ લેવા અનુરોધ છે.

આ કાવો તૈયાર કરવામાં બુંદ દાણા, તીખા, સૂંઠ, પિપ્પલી મૂળ, સીંધાલું, લીંબુ જેવા દ્રવ્યોનું મિશ્રણ ખૂબ ઉકાળી ડો. સી. વી. બાલધાના માર્ગદર્શન હેઠળ અને ગૌશાળાના પ્રમુખ મનુભાઈ જાગાણી ની કાર્યકર્તા ટીમ અને શ્રી કૃષ્ણ મહિલા મંડળના સહયોગથી આ કાવા વિતરણનું કાર્ય ચાલી રહ્યું છે. શિયાળાની ઠંડી ઋતુ માં શરદી, સળેખમ, ઉધરસ, દમ, અસ્થમા, તાવ, કળતર, અપચો, કબજિયાતને કોરોના જેવી બીમારીઓમાં આડ અસર દૂર કરવા ખૂબ અકસીર સાબિત થયેલ છે. એક દોઢ માસ ચાલનાર આ કાવાનો લાભ લેવા ધોરાજીની જનતાને હાર્દિક અનુરોધ છે.

(11:44 am IST)