Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

જસદણનું ફાયર બ્રિગેડ આપત્તિના સમયે ત્રીજી વખત સફળ

જસદણઃ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ શુક્રવારે ઉચ્ચ અધિકારીઓને સૂચના મુજબ શહેરના આટકોટ રોડ બાયપાસ પાસે યોજાયેલ ત્રીજી મોકડ્રીલમાં સફળ પુરવાર થતાં શહેરના યુવા આગેવાનોએ ફાયર બ્રિગેડના કર્મચારીઓની કાર્યશેલીને બિરદાવી હતી. જસદણ શહેર અને આજુબાજુના ગામડાઓ સીમોમાં આગની કોઇ ઘટના બને છે ત્યારે જસદણ નગરપાલિકાના ફાયર વિભાગની કામગીરી અસરકારક હોવાથી કેટલીય મોટી ઘટનાઓ ભૂતકાળમાં ટળી ગઇ છે. શુક્રવારે ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ બે સરકારી હોસ્પિટલમાં અને એક આટકોટ રોડ બાયપાસ પાસે કુલ મળીને ત્રણ મોકડ્રીલમાં સફળ રહેતા જસદણ સહિત અન્ય લોકોને મદદરૂપ બનનારા ભાજપના આગેવાનોએ આ કામગીરી આવકારી દરેક કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતાં.(તસ્વીરઃ હુસામુદીન કપાસી)

(11:45 am IST)