Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ભાવનગરમાં ગરીબોને વિતરણ

ભાવનગર : શહેરમાં છેલા ધણાં સમયથી વિવિધ મંડળો, ગ્રુપો, સંસ્થાઓ દ્વારા માનવધર્મ એજપરમ ધર્મની જેમ સેવાઓ કરી રહયા છે દરેક લોકોને વસ્ત્રો, બ્લેન્કેટ, ચંપલ, ગરમ સ્વેટરો અને ભોજન પહોંચાડી રહયા છે ત્યારે જ કહેવાય છે કે સૌરાષ્ટ્રની ભુમી સંતોની ભુમિ છે અહીંયા કોઈ ભુખ્યા પેટે સુતા નથી ત્યારે દુબઈવાળા ભારતીબેન રમેશભાઈ વોરાના જન્મ દિવસ નિમીતે ભાવનગર શહેરનાં વિવિધ વિસ્તારોમાં ગરમ ધાબળા, ઉંધીયુ-પુરી અને અડદીયા પાકનું વિતરણ કરવામાં આવ્યું છે ભાવનગરની શહેરની લેપ્રેસી હોસ્પિટલ-૧ અને ૨ માં ૩૫૦ ધાબળા, નવાબંદર મિઠાના અગરીયાઓને ૨૦૦ ધાબળા, રેઈનબો ફાઉન્ડેશનમાં ર૦૦ ધાબળા અને પ્રગનાબેન બાલવાડીમાં ૧૭૦ ધાબળા, મીનાબેન પ્રવિણભાઈ અને તેમના પરિવારવત્તી આપવામાં આવ્યા હતા  ભાવનગરમાં અનેક સંસ્થાઓ દ્વારા, પરિવાર દ્વારા ગરીબ લોકો અને જરૂરિયાતમંદ લોકોને વસ્તુઓ પુરી પાડી માનવધર્મ એજ કલ્યાણનું સુત્ર સાર્થક કરી રહયા છે.

(11:46 am IST)