Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

જામનગર વોર્ડ નં.૧૧માં ૧૬૬.૫૦ લાખનાં ખર્ચે રસ્તાના કામોનું ખાતમુહૂર્ત

વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કરાવતા જાડેજા

જામનગર, તા.૨: અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ  વોર્ડ નં. ૧૦માં નાગેશ્વર ભવાની માતાજીના મંદિર પાસે સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૩.૫૦ લાખ, વોર્ડ નં.૧૧માં મહાપ્રભુજીની બેઠક પ્રાથમિક શાળા પાસે, સુર્યમુખી હનુમાન મંદિર પાસે, સીસી બ્લોકનું કામ અંદાજીત ખર્ચ ૩.૭૫ લાખ, મહાપ્રભુજી બેઠક પાસે, પાર્ટ-૧ સીસી બ્લોકનું કામ અંદાજીત ખર્ચ ૭.૦૫ લાખ, મહાપ્રભુજી બેઠક પાસે, પાર્ટ- પાર્ટ-૨ સીસી બ્લોકનુ કામ અંદાજીત ખર્ચ ૧.૪૫ લાખ, મહાપ્રભુજીની બેઠક પાસે વલ્લભ પાર્કમાં મગનભાઈના મકાન વાળી શેરીમાં સીસી રોડનું કામ અંદાજીત ખર્ચ ૮.૬૨ લાખ, કૌશલ નગરની આંતરિક શેરીઓમાં સીસી રોડનું કામ અંદાજીત ખર્ચ ૧૬ લાખ, અન્નપૂર્ણા માતાજીના ગેટથી સાધુ સમાજના ગેટ સુધી સીસી રોડનું કામ અંદાજીત ખર્ચ ૧૧.૭૫ લાખ, લાલવાડી અન્નપૂર્ણા માતાજીના મંદિર પાસે સીસી બ્લોકનું કામ અંદાજીત ખર્ચ ૯.૮૦ લાખ, હાપા જલારામ મંદિર પાસે સીસી બ્લોકનું કામ અંદાજીત ખર્ચ ૨૧ લાખ, શિવ શકિત સોસાયટી, પ્રવિણસિંહ ઝાલાના ઘરથી ગલતુભા જાડેજાના ઘર સુધી સીસી રોડનું કામ અંદાજીત ખર્ચ ૧૦ લાખ, હાપા હર્ષદભાઈ વ્યાસના ઘરવાળી શેરીમાં સીસી રોડનું કામ અંદાજીત ખર્ચ ૧૨.૯૬ લાખ, વૃંદાવન-૧ અને વૃંદાવન-૨માં સીસી રોડનું કામ અંદાજીત ખર્ચ ૧૫ લાખ, ચામુંડા માતાજી મંદિરથી નારણભાઈ નકુમના ઘર પાસેથી શંકરના મંદિરવાળા રોડ સાથે જોઈન્ટ થતાં સીધા સીસી રોડનું કામ અંદાજીત ખર્ચ ૧૫.૨૮ લાખ, દયાનંદ સોસાયટી વલ્લભ પ્રોવીઝન સ્ટોરવાળી શેરીમાં સીસી રોડનું કામ અંદાજીત ખર્ચ ૩.૬૭ લાખ, કોમ્યુનિટી હોલ પાછળથી વજેસંગ બાપુના ઘર સુધી સીસી રોડનું કામ અંદાજીત ખર્ચ ૬.૧૦ લાખ, ધરારનગર રસિકભાઈ કવાડિયાના ઘરવાળી શેરીમાં સીસી રોડનું કામ અંદાજીત ખર્ચ ૨.૩૬ લાખ, ધરારનગર જીતુભાઈ પરમારના ઘર વાળી શેરીમાં સીસી રોડનું કામ અંદાજીત ખર્ચ ૫.૧૧ લાખ, મોહનનગર શેરી નંબર.૨માં સીસી રોડનું કામ અંદાજીત ખર્ચ ૭.૩૦ લાખ, મોહનનગર શેરી નંબર.૩માં સીસી રોડનું કામ અંદાજીત ખર્ચ ૫.૮૦ લાખ એમ મળી કુલ અંદાજીત રૂ.૧૬૬.૫૦ લાખના વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોકત કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાની ૧૦ ટકા લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે.

આ તકે વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બાંભણીયા, સુભાષભાઈ જોશી, દિવ્યેશભાઈ અકબરી, હસમુખભાઇ જેઠવા,વિજયસિંહ જેઠવા, હિતુભા પરમાર, જશરાજભાઈ પરમાર, ભણજાભાઈ ખાણધણ, દેવશીભાઈ આહિર, આનંદભાઈ ગોહિલ, મરયમબેન સુમરા, યોગેશભાઈ કણઝારીયા, સંજયભાઈ જાની, વેલજીભાઈ નકુમ, જયેશભાઈ અને વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.

(11:46 am IST)