Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

દ્વારકા જીલ્લામાં ર૭.૬૦ કરોડના રસ્તાઓ મંજૂર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર :.. દ્વારકા જિલ્લામાં રૂપિયા ર૭.૬૦ કરોડના રોડના કામ રાજય સરકારશ્રીએ મંજૂર કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ અને પબુભા માણેક એ મુખ્યમંત્રી રૂપાણીજી અને નાયબ મુખ્યમંત્રી પટેલજીનો આભાર વ્યકત કર્યો છે.

રાજયના માર્ગ-મકાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના ગામોના સાત વર્ષથી વધુ સમયથી રીકર્પેટ ન થયેલ હોય તેવા રાજય હસ્કતના રસ્તાઓના રૂપિયા ૧૪.૪પ કરોડના તેમજ પંચાયત હસ્તકના રસ્તાઓના રૂપિયા ૧૩.૧પ કરોડના કામો મળી કુલ રૂપિયા ર૭ કરોડ ૬૦ લાખના કામો મંજુર કરી જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.

આ મંજૂર થયેલા કામોમાં દ્વારકા તાલુકાના રાંગાસર ટુ એસ. એચ. રોડ, ગોરીજા લોવરાવલી રોડ, રાજપરા પોશીત્રા રોડ, એન. એચ. ટુ નવી ધ્રેવાડ જૂની ધ્રેવાડ આંબલીયારા ટૂંપણી રોડ, ભીમપરા એપ્રોચ ટુ જોઇન એન.એચ. રોડ, વાંચ્છુ શિવ મંદિર રોડ, કલ્યાણપુર તાલુકામાં ડાંગરવડ ટુ જોઇન એસ.એચ. રોડ, ખીજદડ માંગરીયા રોડ, બાંકોડી માલેતા રોડ, પ્રેમસર એપ્રોચ રોડ ટુ જોઇન એચ. એસ. નવા ધતુરીયા જુના ધતુરીયા રોડ, ડાંગરવડ આશિયાવદર ટુ જોઇન સાની ડેમ રોડ, એચ. એસ. ટુ ભાટવડીયા ગોકલપરા રોડ, મેઘપર ટીટોડી ટુ જોઇન એચ. એસ. રોડ, ખીજદડ હેમતપર રોડ, મહાદેવીયા ટુ જોઇન એમ. ડી. આર. રોડ, પાનેલી ટુ જોઇન એસ. એચ. રોડ, કેશવપુર ટુ જોઇન એસ. એચ. રોડ, કાનપર શેરડી ટુ જોઇન એસ. એચ. રોડ, જેપુર ટુ જોઇન  વી. આર. રોડ, સુઇનેશ ટુ જોઇન એચ. એસ. રોડ, દૂધીયા એપ્રોય રોડ ટુ જોઇન સાની ડેમ રોડ, નારણપર એપ્રોચ રોડ ઉપરાંત હડમતીયા બાંકોડી ગઢકા રોડ, ભાટીયા ભોગાત રોડ, દ્વારકા નાગેશ્વર ગોપી રોડ, મીઠાપુર પાડલી હમુસર રોડ, વસઇ આરંભડા રોડ, નંદાણા મહાદેવીયા પિંડારા રોડના કામોનો સમાવેશ થાય છે.

રાજય સરકારશ્રી દ્વારા રજુઆતોની ગંભીરતા લઇ આ રોડના કામો મંજૂર કર્યા હોઇ કલ્યાણપુર અને દ્વારકા તાલુકાઓના લગત ગામોના ગ્રામજનો ઉપરાંત જિલ્લાના તેમજ આંતર જિલ્લાના મળી તમામ ગામો અને શહેરોના નાગરીકોના પરિવહન માટે સાનુકુળતા થનાર છે.

(11:46 am IST)