Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ભાણવડ કોંગ્રેસના વિપક્ષી નેતા, કોંગી કોર્પોરેટરના પતિ, એનએસયુઆઇના પ્રમુખ દારૂ સાથે ઝડપાયા

પાલિકાના વિપક્ષી નેતા પીધેલી હાલતમાં કાર ચલાવતાં હતાઃ પોલીસે દશ હજારનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી

(કૌશલ સવજાણી) ખંભાળીયા તા. ર :.. ગત રાત્રીના ભાણવડ પોલીસ મથકના પીએસઆઇ જે. જી. સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે હાઇસ્કુલ ચોકમાંથી પસાર થતી આઇ-ર૦ કારને રોકી તલાસી લેતાં કારમાંથી વ્હીસ્કીની બોટલ મળી આવતાં પોલીસે કાર ચાલક નગરપાલિકના કોંગ્રેસના વિપક્ષી નેતા ગુલામ ઇસ્માઇલ જેઠવા, વોર્ડ નં. ૬ ના મહિલા કોંગી કોર્પોરેટરના પતિ કિશન મુરૂ  કરમુર તથા ભાણવડ શહેર એનએસયુઆઇના પ્રમુખ જયદીપ નાગાજણ રાડાને ઝડપી લઇ ગુનો નોંધ્યોહતો. આ ઉપરાંત પોલીસ તપાસમાં કોંગી વિપક્ષી નેતા ગુલામ જેઠવા પીધેલી હાલતમાં હોવાથી પોલીસે અલગથી વધુ એક ગુનો નોંધી મોબાઇલ સહિત દશ હજારનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અવાર-નવાર કોંગ્રેસ દ્વારા દારૂબંધી સામે ભાજપ સામે આક્ષેપો કરવામાં આવતાં હોય છે. ત્યારે કોંગ્રેસના જ પાલિકાના વિપક્ષી નેતા, કોર્પોરેટરના પતિ અને એનએસયુઆઇના પ્રમુખ દારૂ સાથે ઝડપાતા કોંગ્રેસને ખુદને અરીશો જોવાનો વારો આવ્યો છે. બનાવના પગલે આવી ઠંડીમાં પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.

(12:56 pm IST)