Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

પડધરીમાં ક્રિકેટના સટ્ટા ઉપર રેન્જ સાયબર સેલનો દરોડોઃ જયપાલસિંહ વાળાની ધરપકડ

ભાગીદાર રાજુ બાંભવા તથા મુખ્ય બુકી પુનાના ચિરાગ ચગની શોધખોળ

રાજકોટ તા. ર : પડધરીમાં ક્રિકેટના સટ્ટા ઉપર રેન્જના સાયબર સેલે દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો હતો જયારે પકડાયેલ શખ્સના ભાગીદાર તથા પુનાના મુખ્ય બુકીની શોધખોળ હાથ ધરાઇ છે.

પડધરીના ઓફિસ રોડ ઉપર નકલંક ટી.સ્ટોલની બાજુમાં જયપાલસિંહ લાલુભા વાળા રે. હવેલી શેરી પડધરી તેની ઓફીસમાં ક્રિકેટનો સટ્ટો ચલાવતો હોવાની બાતમી મળતા રાજકોટ રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઇ. આર.અ.ે ડોડીયાના માર્ગદર્શન હેઠળ પો.કો.અનિરૂદ્ધસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જયપાલસિંહને ક્રિકેટ સટ્ટાના જુગાર રમાડવાના સાધનો તથા મોબાઇલ મળી કુલ રૂ.૬૭૮૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો પકડાયેલ જયપાલસિંહ પડધરીના રાજુ બાંભવા સાથે ભાગીદારીમાં ઓસ્ટ્રેલીયામાં રમાઇ રહેલ બીગબેસ લીગની ટવેન્ટી-ટવેન્ટી સીરીઝની લાઇવ મેચો ઉપર સટ્ટો રમાડતો હતો બન્ને શખ્સો મુળ પડધરીના અને હાલ પુના સ્થિત ચિરાગ ચગ પાસે કપાત કરાવતા હોવાનું ખુલ્યું હતું.

રેન્જના સાયબર સેલની ટીમે પકડાયેલ જયપાલસિંહને પડધરી પોલીસના હવાલે કરી તેના ભાગીદાર રાજુબાંભવા તથા મુખ્ય બુકી ચિરાગ ચગની શોધખોળ હાથ ધરી છે.

(12:57 pm IST)