Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

વંથલીના ઓજત નદીમાંથી કેશોદના પટેલ યુવાનની લાશ મળી

(કિશોરભાઈ દેવાણી દ્વારા)કેશોદ, તા.૨: કેશોદમાંથી આજથી ચાર દિવસ પહેલા ગત તા.૨૯ના ગુમ થયેલ પિપલીયા નગરમાં રહેતો પટેલ યુવાન હર્ષ કયાડા નામના ૨૧ વર્ષના યુવાનની લાશ વંથલીની આોઝત નદીમાંથી મળતા અરેરાટી વ્યાપી જવા પામેલ છે.

 વંથલી પાસે આવેલ ઓઝત નદીમાં આજે સવારે એક તરતી લાશ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ થતા વંથલી પોલીસ અને આસપાસના આગેવાનો તાત્કાલિક દ્યટનાસ્થળે પહોંચ્યા હતા અને આ લાશને બહાર કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા. આ લાશની પ્રાથમિક તપાસ કરતા કેશોદના પટેલ હર્ષ કયાડા નામના ૨૧ વર્ષીય યુવાન હોવાનું માલુમ પડયું હતુ. કેશોદથી યુવાનના પરિવારોએ ઘટનાસ્થળે આવી આ લાશને ઓળખી બતાવી હતી. આશાસ્પદ યુવાન ગુમાવતા કયાડા પરિવારમાં શોક સાથે માતમ છવાઈ ગયેલ છે.

હાલ આ લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી રહી છે. આ અંગે વંથલી પોલીસ તપાસ ચલાવી રહી છે.

(12:57 pm IST)