Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

માંડવીમાં માલિકની નજર સામે જ લાખેણી કાર ઉઠાવી ગઠીયો છનનન

કારમાં ચાવી રાખી ગેરેજમાં જવાનું ભારે પડ્યું, સોશ્યલ મીડીયામાં મેસેજ વાયરલ કર્યા બાદ શોધખોળ કરતાં અંતે પત્તો મળ્યો

(ભુજ) માંડવીમાં કાર રીપેરીંગ માટે ગેરેજ બહાર જ કારમાં ચાવી રાખવાનું કાર માલિકને ભારે પડ્યું હતું. મોહનભાઈ ગઢવી નામના કાર માલિક પોતાની હોન્ડા સિવિક કાર લઈને રીપેરીંગ માટે ગયા હતા, પણ ચાવી કારમાં જ હતી. દરમ્યાન એકાએક તેમની કાર લઈને કોઈ ગઠીયો નાસી છૂટતાં તેમણે બૂમાબૂમ કરી અન્ય લોકો સાથે કારનો પીછો કર્યો હતો. પણ, ગઠીયો કાર લઈને છ નનન.. થઈ ગયો હતો. દરમ્યાન મોહનભાઇએ વ્હોટ્સ ગ્રુપ સહિત સોશ્યલ મીડિયામાં કાર ના ફોટા સહિત ચોરીના મેસેજ વાયરલ કર્યા હતા. જોકે, પોતાની રીતે પણ શોધખોળ ચાલુ રાખી પોલીસમાં પણ જાણ કરી હતી. અંતે ૨૨ લાખની લાખેણી કાર ગાંધીધામમાં હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન પોલીસે કાર ચોરનાર નદીમ ઓસમાણ જતને શંકાના આધારે ઝડપી પાડતાં તેણે કાર ચોરી  હોવાનું કબૂલ્યું છે. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:29 pm IST)