Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

જૂનાગઢમાં બે યુવાનોએ વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવ્યા

સમલૈંગિક સંબંધોની લાલચ આપી હતી : આબરૂ જવાની બીકે ફરિયાદ કરવા માંગતા ના હતા અને લુખ્ખાઓના ત્રાસથી છોડાવવા વિનંતી કરવામાં આવી હતી

જૂનાગઢ ,તા. : જૂનાગઢ શહેરનાં સિનિયર સિટીઝન સાથે એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. જેમાં સિનિયર સિટીઝન વેપારીને બે યુવાનોએ સમલૈંગિક સંબંધોની લાલચ આપીને ફસાવ્યા હતા. જે બાદ તેમને બ્લેકમેઇલ કરીને હનીટ્રેપમા ફસાવી, રોકડ રકમ, ચાંદીની ચેઇન, મોબાઈલ, વગેરે વસ્તુઓ બળજબરીથી પડાવી લીધી હતી. ઉપરાંત રૂ. ૫૦,૦૦૦/- ની ખંડણી માંગતા ફોન પણ આવતા હતા. આટલું બધું થયુ છતાંપણ આબરૂ જવાની બીકનાં કારણે સિનિયર સિટીઝન દ્વારા કોઈને વાત કરી હતી. પણ બંને યુવાનો દ્વારા રૂપિયાની ઉઘરાણી માટે ત્રાસ આપવા લાગતા, સિનિયર સિટીઝને ઘરના સભ્યોને વાત કરી હતી. ઘરના સભ્યો જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને સમસ્યા અંગે રજુઆત કરી હતી. આબરૂ જવાની બીકે ફરિયાદ કરવા માંગતા ના હતા અને લુખ્ખાઓના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરવામાં આવી હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના ડિવિઝન પોલીસ સ્ટેશનના પોઇન્સ આરજી ચૌધરી, પીએસઆઇ જેએચ કાછોટ તથા સ્ટાફના હેકો માલદેભાઈ, વલ્લભભાઈ, મોહસીનભાઈ, સંજયભાઈ, વિક્રમસિંહ, વનરાજસિંહ, અનકભાઈ, જીલુભાઈ, સહિતની ટીમ દ્વારા બાબતમાં તાત્કાલિક સઘન તપાસ હાથ ધરવામાં આવી. માહિતી મેળવી, બાતમી આધારે સિનિયર સિટીઝનને હનીટ્રેપમા ફસાવનાર આરોપીઓ () સોહીલ જમાલ શખે ઉવ. ૨૪ રહે. લંઘાવાડા, જુનાગઢ તથા () સરફરાજ ઉર્ફે ડાબરો ગુલામનબી બુખારી ઉવ. ૩૦ રહે. બ્લોચ વાડા, જૂનાગઢ ને ગણતરીની કલાકોમાં પકડી પાડી, સિનિયર સીટીઝન ની તમામ વસ્તુ મેળવી, પરત કરવામાં આવેલ હતી.

જૂનાગઢ પોલીસ ટીમ દ્વારા પકડાયેલ બંને આરોપીઓએ પોલીસ સામે પોતાની ભૂલ કબૂલ કરી લીધી હતી. હવે પછી ક્યારેય સિનિયર સિટીઝનને કોઈ હેરાનગતિ નહિ કરવાની ખાત્રી આપી હતી. બંને યુવાનો પાસે રૂબરૂમાં માફી પણ મંગાવી હતી. સિનિયર સિટીઝનને પણ જૂનાગઢ પોલીસ દ્વારા ભવિષ્યમાં ખોટા પ્રલોભનમા નહિ આવવા અને આબરૂનો ખ્યાલ અને તકેદારી રાખવા સલાહ પણ આપવામાં આવેલ હતી. સિનિયર સિટીઝનના આખા કુટુંબ દ્વારા જૂનાગઢ પોલીસ દ્વારા લુખ્ખાઓના ત્રાસમાંથી છોડાવવા બદલ આભાર માનવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપીઓની જૂનાગઢ પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન આધારે સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવા મળ્યું હતું કે, બંને આરોપીઓ ભૂતકાળમાં મારામારી, સહિતના અનેક ગુનાઓમાં પકડાયેલા હતા. પીએસઆઈ જે.એચ.કછોટ દ્વારા બને આરોપીઓની ધરપકડ કરી, સરકાર તરફે ફરિયાદી બની, ક્રિમીનલ પ્રોસિજર કોડ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(8:08 pm IST)