Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ઓખા સર્વોદય મહિલા મંડળ તથા શ્રી રઘુવંશી મહિલા મંડળના સંયુકત ઉપકમે ફ્રી ગાયનેક અને કેમ્‍પ યોજાયો...

ઓખાઃ ઓખામાં સર્વ પ્રથમ રઘુવંશી મહિલામંડળ અને શ્રી સર્વોદય મહિલા મંડળના સંયુકત ઉપકમે પ્રમુખ ડો.પુષ્‍પાબેન સોમૈયાના અધ્‍યક્ષ સ્‍થાને ગાયનેક અને ડેન્‍ટીસ કેમ્‍પનુ આયોજન કરવામા આવ્‍યું હતું. ઓખામાં અનેક મહિલાઓ તેમાં સારવાર માટે આવેલ તથા મોટી સખ્‍યામાં ડેન્‍ટિસ્‍સ ડોકટરનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે મનન હોસ્‍પીટલના ડો. પારસ મજીઠીયા તથા ડો. સ્‍વાતી મજીઠીયા તથા તેમના સ્‍ટાફે મેડીકલ સેવા આપી હતી. ઓખા મહાજન પ્રમુખ શ્રી મોહનભાઈ બારાઈ, વેપારી અગ્રણીય અનુપમભાઈ બારાઈ,  બટુકભાઈ થોભાણી, પ્રવિણભાઈ ગોકાણી, નીલેશભાઈ પંચમતીયા તથા રઘુવંશી મહીલા મંડળ પ્રમુખ હીનાબેન બારાઈ સાથે તમામ મહિલા અગ્રણીઓએ ડોકટરો તથા મેડીકલ સ્‍ટાફનુ સન્‍માન કર્યું હતુ. સફળ બનાવવા સર્વોદય મહિલા મંડળના પ્રમુખ ડો. પુબપાબેન સોમૈયા તથા રઘુવંશી મહિલા મંડળના બહેનો સાથે ઓખા હાઈસ્‍કુલ ટીચર ચાંદનીબેન કોટેચાએ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ ભરત બારાઇ-ઓખા)

(10:32 am IST)