Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

વાંકાનેરમાં અપહરણના ગુન્‍હામાં ૧૦ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨: વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અપહરણના ગુન્‍હામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા ૧૦ વર્ષથી નાસતો ફરતો હોય જેને મોરબી પેરોલ ફર્લો સ્‍કવોડ ટીમે દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજયમાં નાસતા ફરતા આરોપી ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરાયું હોય જે અંતર્ગત જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકામાં અપહરણના ગુન્‍હામાં આરોપી મહેરબાનસિંહ પીરૂલાલ મામોલીયા (ઉ.વ.૨૯) રહે કોટડાસાંગાણી જી રાજકોટ મૂળ એમપી વાળાને બાતમીને આધારે કોટડાસાંગાણી નજીકના લોઠડા ગામ પાસેની રેનો સ્‍લાઈડ કારખાનામાંથી ઝડપી લઈને વાંકાનેર તાલુકા પોલીસને સોંપવામાં આવ્‍યો છે.

જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, પેરોલ ફર્લો સ્‍કવોડના રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, કૌશિકભાઈ મારવણીયા, વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાદ્યેલા, બ્રિજેશભાઈ કાસુન્‍દ્રા, ભરતભાઈ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા, હીરાભાઈ ચાવડા સહિતની ટીમ જોડાયેલ હતી.

 

(10:41 am IST)