Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

રાજકોટ, જામનગર, બોટાદમાં જિલ્લા પંચાયત પ્રમુખ પદ બિનઅનામત

પંચાયત પ્રમુખોના રોટેશન જાહેર કરતા વિકાસ કમિશનર મુકેશ ઠકકરઃ મોરબીમાં બક્ષીપંચ માટે અનામત : અમરેલી, ગિર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છમાં સામાન્ય વર્ગની મહિલાને પ્રમુખ બનવાની તકઃ દ્વારકામાં અનુસુચિત જનજાતિ અનામત : રાજકોટ જિલ્લા પંચાયતમાં ર૦૧પ થી ર૦ર૦ અનુક્રમે સામાન્ય અને સામાન્ય સ્ત્રી માટે પ્રમુખપદ હતું: હવે પછી અઢી વર્ષ બિનઅનામત પ્રમુખપદ આવતા દાવેદારોમાં ખેંચાણ વધવાના એંધાણઃ 'ચોગઠા' ગોઠવાવા લાગ્યા

રાજકોટ તા. રઃ રાજયના વિકાસ કમિશનર શ્રી મુકેશ ઠકકરે જિલ્લા પંચાયતોની ચૂંટણી પછીના અઢી વર્ષ માટે કઇ પંચાયતમાં કયા વર્ગના પ્રમુખ આવી શકશે? તેનું રોટેશન જાહેર કર્યું છે.

તાલુકા પંચાયતો માટે રોટેશન હવે પછી જાહેર થશે. સૌરાષ્ટ્રને લાગુ પડતું રોટેશન નીચે મુજબ છે.

જિલ્લા પંચાયત પ્રમુખપદ

* દ્વારકા        મહિલા (એસ.ટી.)

* સુરેન્દ્રનગર  મહિલા (એસ.ટી.)

* મોરબી       બક્ષીપંચ

* અમરેલી     સામાન્ય મહિલા

* બોટાદ       સામાન્ય વર્ગ

* ગિર સોમનાથ સામાન્ય મહિલા

* જામનગર    સામાન્ય વર્ગ

* જુનાગઢ     સામાન્ય મહિલા

* કચ્છ         સામાન્ય મહિલા

* પોરબંદર     સામાન્ય મહિલા

* રાજકોટ      સામાન્ય વર્ગ

* ભાવનગર     સામાન્ય વર્ગ

(11:27 am IST)