Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

કેશોદના અજાબ અને અગતરાયમાં ચિત્રો ઉપર જુગાર રમતા ૧૪ શખ્સો ઝબ્બે

રોકડ, ટીવી સહિત રૂ.૧.૪૭ લાખનો મુદામાલ કબ્જે

જુનાગઢ તા. રઃ કેશોદમાં અજાબ અને અગતરાય ગામે પોલીસે દરોડા પાડીને ચિત્રો ઉપર જુગાર રમતા ૧૪ શખ્સોને રૂ.૧.૪૭ લાખના મુદામાલ સાથે ઝડપી લેતા જુગારી આલમમાં હલચલ મચી ગઇ હતી.

કેશોદ તાલુકાના અજાબ ગામે મેંદરડાનો ધનસુખ કેશુભાઇ વેકરીયા અને અજાબ ચિરાગ અનીલભાઇ બાબરીયા દુકાનમાં યંત્રોના ચિત્રો ઉપર ૧૧રૂપિયા મુકાવી દર ૧પ  મિનીટે ડ્રો કરી અને ચાંદીના સિકકાને બદલે રૂ.૧૦૦ આપી જુગાર રમાતો હોવાની બાતમી મળતા કેશોદના ઇન્ચાર્જ પી.આઇ.એન.બી.ચૌહાણ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે જુગાર ધામના બંને સંચાલકો તેમજ અજાબનો અમિત ડાયાભાઇ વાજા, પરેશ હરિભાઇ ભુવા, કિશોર નરસિ઼હભાઇ અઘેરા, વિજય કનુભાઇ ગરેજા, ભરત ભાણજી, સારકા, રાજેસરનો વેલા લગધીરભાઇ ઠાકોર અને અજાબનો હાર્દિક પોપટભાઇ જોરા સહિત ૯ શખ્સોને રૂ. રપ,ર૪૦ની રોકડ સાથે ચિત્રો ઉપર જુગાર રમતા પકડી પડયા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડ તેમજ ચાંદીના સિકકા, લેપટોપ એલઇડી ટીવી. તથા મોબાઇલ સાત મળી કુલ રૂ.૯ર,૧૪૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અજાબ ઉપરાંત અગતરાય ગામે પણ કેશોદના પી.આઇ.ચૌહાણ વગેરેએ દરોડો પાડીને બાંટવાના રવિ મનુમલે ભાડાની દુકાનમાં શરૂ કરેલ જુગારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે અહિંથી રવિ મનુમલ તેમજ સાવન રમેશભાઇ મારડીયા, ચંદુ ખીમજીભાઇ ગોહેલ જેન્તી વીરાભાઇ દાફડા, સહિત પાંચ જણાને ચિત્રો ઉપર જુગાર રમવા અબબ રૂ. ર૦,પ૦૦ ની રોકડ સામે પકડી લીધા હતા.

પોલીસે અહિથી રોકડ ઉપરાંત એલઇડી ટી.વી.વગેરે મળી કુલ રૂ.પપર૦૦ નો મુદામાલ કબ્જેકરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:20 pm IST)