Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

જુનાગઢ જેલમાં અજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીનું હાર્ટએટેકથી મૃત્યુ

જુનાગઢ તા. ર : જુનાગઢ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના વૃદ્ધ કેદીનુ ગઇકાલે મોત થતા પોલીસે આગળની કાર્યવાહી હાથી ધરી હતી.

જુનાગઢ જિલ્લા જેલમાં ખુન કેસ સબબ મુળુભાઇ પુંજાભાઇ જોગલ (ઉ.૬પ) નુ પાકા કામના કેદી તરીકે આજીવન કેદની સજા ભોગવતા હતા.

ગઇકાલે સાંજે આ વૃદ્ધ કેદીની તબિયત લથડતા તેમને સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જયા તેમને ફરજ પરના ડો. અજય પરમારે મરણ જાહેર કર્યા હતા.

મૃતક કેદી મુળુભાઇને હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડયો હતો વિશેષ તપાસ એડીવીઝનના પી.એસ.આઇ. આર.જી. મહેતા ચલાવી રહ્યા છે.

(1:22 pm IST)