Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

રાજકોટ :: કચ્છમાં આજે ભૂકંપના ૩ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

       ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયુ છે કે આજે સવારે ૯:૩૧ વાગ્યે કચ્છના ખાવડા માં ૧.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ સવારે ૧૦:૧૦ વાગ્યે કચ્છના ખાવડામાં જ ફરી પાછો ૧.૬ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ સવારે ૧૦:૪૮ વાગ્યે કચ્છના ભચાઉમાં ૨.૧ ની તીવ્રતા નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

           કચ્છમાં વારંવાર આવતા ધરતીકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

(4:06 pm IST)