Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ધોરાજીમાં કોમી એકતા સંગઠન દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ધોરાજીના 269 ગરીબ પરિવારોને સરકાર દ્વારા 1993 માં 25 ચોરસ મીટર જમીન દસ રૂપિયા લેખે આપવામાં આવી હતી પરંતુ સરકારે રૂપિયા લઈ લીધા પણ જમીન નથી આપી.: મોહમ્મદઅલી લાઈટવાલા: સરકારે અમોને સનદ પણ આપી દીધી છે પણ જમીન કયા આપી છે એનો હજુ સુધી પતો નથી.? જુબેર ભાઈ કુરેશી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી કોમી એકતા સંગઠન દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા શહેરી ગરીબ લોકોને 1993માં 269 ગરીબ પરિવારોને 25 ચોરસ મીટરના પ્લોટ દસ રૂપિયા લેખે આપવામાં આવ્યા હતા જે 269 ગરીબ પરિવારોએ 25 ચોરસ મીટરના રૂપિયા 250 લેખે ભરી પણ દીધા છે પરંતુ આજે 27 વર્ષ થવા છતાં પણ સરકારે પૈસા લઈ લીધા બાદ પણ ગરીબોને પ્લોટ નથી આપ્યા જે અંગે ધોરાજીના કોમી એકતા સંગઠન ના પ્રમુખ મહમદ અલી લાઇટર વાળાએ ગરીબો વતી વ્યથા ઠાલવી જણાવેલ કે આમાં ગરીબો આત્મનિર્ભર કઈ રીતે બનશે....?
ધોરાજીના કોમી એકતા સંગઠન દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવતા મોહમ્મદ અલી લાઈટવાલા જુબેર ભાઈ કુરેશી રફિકભાઈ બ્લોંચ કમલેશભાઈ ઠુંમર  વિગેરે એ ધોરાજીના ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે 1993માં શહેરી ગરીબોને રહેવા માટે 25 ચોરસ મીટર ની જમીન સરકાર દ્વારા આપવામાં આવી હતી જેમાં જે તે સમયે ગરીબોને અરજી કરી હતી તેમાંથી 269 ગરીબ પરિવારોને 25 ચોરસ મીટરના પ્લોટ ફાળવવા બાબતે ધોરાજી મામલતદાર કચેરી દ્વારા 269 ગરીબ પરિવારોને શહેરી ગરીબોને 25 ચોરસ મીટર જમીન ગૌચરની જમીન ફાળવવામાં આવશે જે અંગે પત્ર પાઠવી દિવસ 15 માં રૂપિયા 250 રૂ ભરી દેવા બાબતના પત્રો લખ્યા હતા જેમાંથી 269 ગરીબ પરિવારોએ રૂપિયા 10ના મીટર ના ભાવ લેખે ગઈ તારીખ 17/ 9/ 1993ના રોજ  રૂપિયા અઢીસો 25 ચોરસ મીટરના ભરી દઈ તેની પાક્કી પહોંચ ધોરાજી મામલતદાર કચેરી ખાતેથી મેળવી હતી જે બનાવના આજે 27 વર્ષ થઈ ગયા પરંતુ ધોરાજીના 269 ગરીબ પરિવારોને હજુ સુધી 25 ચોરસ મીટરના પ્લોટ મળ્યા નથી
કોમી એકતા સંગઠન ના પ્રમુખ મોહમ્મદ અલી લાઈટવાળા એ વધુમાં જણાવેલ કે ધોરાજી ના શહેરી ગરીબ પરિવારો જ નો જેમાં હિંદુ અને મુસ્લિમ પરિવારો છે ટોટલ 269 ગરીબ પરિવારો થાય છે તેઓને રૂપિયા 250 ....27 વર્ષ થઈ ગયા જમીનના ભરી દીધા છે છતાં પણ હજુ સુધી ગરીબોને પ્લોટ નથી મળ્યા આ બાબતે ધોરાજીના મામલતદાર કચેરીના પરિપત્ર માં જણાવેલ કે ધોરાજી શહેરના ગૌચર પૈકી સ ના 566/2 તથા સ ના 623 /2  પૈકી જમીનમાં પાડવામાં આવેલ 25 ચોરસ મીટર પ્લોટ આપવાનો હુકમ કરવામાં આવેલ છે ઉપરોક્ત ફાળવવામાં આવેલ પ્લોટ ની પ્રતિ ચોરસ મીટરના રૂપિયા દસ ભાવ જમીન ચોરસ મીટર 25 કબજા ની કિંમત રૂપિયા 250 પુરા સરકારશ્રીમાં દિવસ 15 માં જમા કરાવવાના રહેશે જે અંગે 269 ગરીબ પરિવારોએ મામલતદાર કચેરીના પત્ર બાદ 250 ભરી દીધા બાદ તમામ ગરીબ પરિવારોને જમીનની સનદ પણ આપવામાં આવી છે
કોમી એકતા સંગઠન ના હોદ્દેદારોએ જણાવેલ કે ધોરાજી શહેરની પ્રજા પૈસા ભરેલ હોવા છતાં જમીન વિહોણા લોકોને ધીરજનો અત્યાર સુધી અંત આવેલ નથી તારીખ ૨૯ માર્ચ ૨૦૦૭ના રોજ  નાયબ કલેકટર ગોંડલ એ ધોરાજી મામલતદારને પત્રમાં જણાવેલ કે દરેક અરજદારોને ખાતરી કરી 25 ચોરસ મીટર જમીન ફાળવી આપી તેવો હુકમ કરેલ હોવા છતાં આજ દિવસ સુધી જમીન શહેરી ગરીબોને આપવામાં આવી નથી
મોંઘવારીમાં ગરીબોનું પેટનો ખાડો પુરવા તો નથી તેમજ ભાડે મકાન  લેવા માટે હાલ નું ભાડું પણ ગરીબો પાસે નથી જે બાબતે ગરીબો પ્રત્યે સરકાર દ્વારા તાત્કાલીક જમીન ફાળવવામાં આવે તેવી માગણી કરી હતી
ધોરાજીના ગરીબ પરિવારોએ જણાવેલ કે રાજ્ય સરકારના અનેક વખત લોકદરબાર લોકસંવાદ ના કાર્યક્રમો યોજાયા જેમાં રાજ્યના મંત્રી મોહનભાઇ કુંડારીયા સહિત અનેક રાજ્ય સરકારના મંત્રીઓ પણ ધોરાજીમાં લોકદરબાર યોજીગયા હતા આ સમયે ગરીબો એ પોતાનો હક્ક માંગવા માટે જણાવેલ કે અમે મફત જમીન નથી જોતી પરંતુ સરકારે પૈસા લઈને અમે જમીન આપવાની હતી તે હજુ સુધી આપી નથી અમે રૂપિયા ભરી દીધા છે પરંતુ ધોરાજીના મામલતદાર એ અમોને હજુ સુધી જમીન ફાળવી નથી જે બાબતે લોક સંવાદ અને લોક દરબાર ના કાર્યક્રમની અંદર તાત્કાલિક જમીન ફાળવી દેવાના રાજ્ય સરકારના મંત્રીઓએ એ સમયે આદેશ કર્યો છે જેના આજે 20 વર્ષ થઈ ગયાં છતાં પણ હજુ સુધી ગરીબોને ન્યાય મળ્યો નથી તે પણ એક સવાલ ઉભો થયો છે
ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી એ આ બાબતે યોગ્ય તપાસ કરી તાત્કાલિક ઘટતું કરવાની ખાતરી આપી હતી

(7:24 pm IST)