Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

રાજય સફાઇ કામદાર મહામંડળનો આભાર માન્‍યો

તંત્રની કામગીરી બદલ

ખંભાળીયા તા. ૧ :.. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ દ્વારા સફાઇ કામદારો (પાલિકા) ના પડતર પ્રશ્નો અંગે તથા તેમના કાર્યોના નિરાકરણ માટે ઝોન વાઇસ ત્રિ-માસિક મીટીંગો યોજીને પ્રશ્નોના નિકાલ માટે કામગીરી હાથ ધરવા સુચના આપવામાં આવતા આના અનુસંધાને રાજકોટ પ્રાદેશિક ન. પા. નિયામક ધીમંતકુમાર વ્‍યાસ (આઇ. એ. એસ.) દ્વારા સુંદર કામગીરી હાથ ધરાતા ગુજરાત રાજય સફાઇ કામદાર મહામંડળ દ્વારા મુખ્‍યમંત્રી તથા પ્રાદેશિક ન.પા. નિયામકનો આભાર માનવામાં આવ્‍યો હતો.

સફાઇ કામદાર રાજય મહામંડળના મહામંત્રી રમેશભાઇ વાઘેલા એ સફાઇ કામદારોના પ્રશ્નોના નિરાકરણ તે માટે ઠરાવો, પરિપત્રો તથા લાભો આપવાના પ્રયાસોથી સાચા અર્થમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ થઇ શકયું હોય આભાર વ્‍યકત કરીને રાજયના  દરેક ઝોનમાં આવી રાજકોટ પ્રાદેશિક નિયામક જેવી કામગીરી થાય તે અંગે અપીલ પણ કરી છે.

(2:02 pm IST)