Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

કેવો અભૂતપૂર્વ સંયોગ : ક્રિકેટ ક્ષેત્રે જામનગર સહિત સમગ્ર દેશનું નામ રોશન કરનાર જામનગરના રાજવી જામ રણજિતસીંહજી કે જેમના નામથી આજની તારીખે રણજી ટ્રોફી રમાય છે, તેઓ પણ જોગાનુજોગ ૨ એપ્રિલ ૧૯૩૩ના રોજ સ્વર્ગવાસ પામ્યા હતા. જ્યારે ૧૯૩૪માં જન્મેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સલિમ દુરાની પણ આજે ૨ એપ્રીલના રોજ આપણી વચ્ચે નથી રહ્યા.

ભારતનો બેરોજગારી માર્ચમાં વધ્યો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) ના ડેટા દર્શાવે છે કે ભારતનો બેરોજગારી દર માર્ચમાં વધીને ૭.૮ ટકા થયો હતો, જે ત્રણ મહિનાની સૌથી ઊંચી સપાટીએ છે અને દેશની શ્રમ બજારની સ્થિતિ બગડ્યાનું સૂચવે છે..

દેશમાં બેરોજગારીનો દર ડિસેમ્બર ૨૦૨૨માં વધીને ૮.૩૦ ટકા થયો હતો પરંતુ જાન્યુઆરીમાં ઘટીને ૭.૧૪ ટકા થયો હતો.  તે ફેબ્રુઆરીમાં ફરી વધીને ૭.૪૫ અને હવે ૭.૮ ટકા થયોઃ સીએમઆઈઈ

(1:26 pm IST)